લાખાબાવળ વિસ્તારમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ નંગ નંગ-૫૮ કિ.રૂ.૨૯,૦૦૦/- તથા બોલેરો ગાડી કિ.રૂ ૪,૦૦૦૦૦/ ની મળી કુલ મુદામાલ ૪,૨૯૦૦૦/ સાથે ત્રણ ઇસમોને પકડી પાડતી પંચકોશી “બી” ડીવીઝન પોલીસ
શ્રી પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોક કુમાર સાહેબ રાજકોટ વીભાગ રાજકોટ નાઓએ પ્રોહી જુગારની ગે.કા.પ્રવ્રુત્તી કરતા ઇસમ ઉપર જરૂરી વોચ રાખી તેઓની ગે.કા પ્રવ્રુત્તી જણાયે દારૂ જુગારના કેશો કરવા સુચના કરેલ હોય તે અનુસંધાને જામનગર જીલ્લાના પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુ સાહેબ નાઓએ જામનગર જીલ્લા માથી દારૂ જુગારની બદીને નેસ્તો નાબુદ કરવા અસરકારક કાર્યવાહી કરવા સુચના કરવામાં આવેલ હોય તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડી.પી.વાઘેલા સાહેબ જામ ગ્રામ્ય વિભાગનાઓ તથા સર્કલ પો.ઇન્સ શ્રી એમ.આર.રાઠવા સાહેબ નાઓના માર્ગદર્શન મુજબ જામ,પંચ.બી.ડીવી.પો.સ્ટે. ના પો.સબ ઇન્સ. એમ.એ.મોરી સાહેબ તથા સ્ટાફના માણસો પો.સ્ટે. વિસ્તારમાં દારૂ/જુગારની ગે.કા પ્રવુતી સાથે સંકળાયેલ ઇસમો અંગે ખાનગી બાતમીદારો થી સોર્સ મેળવી વિસ્તારમા પેટ્રોલીંગમા હતા
તે દરમ્યાન પંચકોશી “બી” પોલીસ સ્ટેશન ના પો.હેડ.કોન્સ, નિર્મળસિંહ બી જાડેજા તથા હરદેવસિંહ જાડેજા તથા પો.કોન્સ, સુમીતભાઇ શિયાર નાઓને મળેલ હકીકત આધારે લાખાબાવળ ગામથી આગળ સેવન સીજન જવાના રસ્તાથી નવાગામ પાસેથી નં (૧) દિવ્યરાજસિંહ અનોપસિંહ કંચવા રહે. સીક્કા જી.ઇ.બી કોલોની બ્લોક નં ૪૧૧ રૂમ નં ૩ તા.જી.જામનગર તથા નં (૨) ભગીરથસિંહ રૂપસિંહ પરમાર રહે. સીક્કા જી.ઇ.બી કોલોની બ્લોક નં ૪૧૮ રૂમ ને ૧૦ તા.જી.જામનગર તથા નં (3) વિરેન્દ્રસિંહ ઉર્ફે વિશાલ બહાદુરસિંહ કંચવા રહે. સીક્કા જી.ઇ.બી કોલોની બ્લોક નં ૪૧૧ રૂમ નં ૩ તા.જી.જામનગર વાળાઓના કબ્જાની બોલેરો ગાડી રજી નં GJ 10 TX 4917 માથી ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ નંગ-૫૮ કિ.રૂ.૨૯,૦૦૦/- તથા બોલેરો ગાડી કિ.રૂ ૪,૦૦૦૦૦/ ની મળી કુલ મુદામાલ કિ.રૂ ૪,૨૯,૦૦૦/ સાથે મજકુર ત્રણેય ઇસમોને પકડી પાડેલ હોય જે અંગેની ફરીયાદ પંચ.બી.ડીવી.પો.સ્ટે. ના પો.હેડ.કોન્સ. હરદેવસિંહ જાડેજા નાઓએ આપેલ હોય અને આ કામેની આગળની તપાસ નિર્મળસિંહ બી જાડેજા નાઓ ચલાવી રહ્યા છે.
આ કાર્યવાહી મા પો.સબ ઇન્સ.શ્રી એમ.એ.મોરી સાહેબ તથા પો.હેડકોન્સ નિર્મળસિંહ બી જાડેજા તથા ધર્મેન્દ્રસિંહ ઝાલા તથા હરદેવસિંહ જાડેજા તથા પો.કોન્સ ખીમાભાઇ જોગલ તથા સુમિતભાઇ શિયાર તથા મયુરસિંહ જાડેજા નાઓ દ્વારા કરવામા આવેલ.