ભુજ નગર પાલિકાના વીજ કનેક્શન કપાયા…

ભુજ નગર પાલિકાનું વીજ બિલ ૩૩ કરોડ ૬૦ લાખ બાકી હોતા પીજીવીસીએલ એ કનેક્શન કાપી નાખ્યાં…

નગર જનોના નલના જોડાણ કાપતી ભુજ નગર પાલિકાનું પીજીવિસીએલએ વીજ જોડાણ કાપતા ચર્ચાઓ શુરૂ થઈ ગઈ છે. PGVCL દ્વારા ભુજ નગર પાલિકાને બાકી રકમ સમય સર ભરપાઈ કરવાની નોટિસ આપી છે જો બાકી રકમ સમયસર ભરપાઈ નહિ કરવામાં આવે તો બીજા પણ જોડાણ કાપી નાખવામાં આવશે તેવી ચીમકી PGVCL દ્વારા આપવામાં આવી છે આમ તો કચ્છમાં ૭ નગર પાલિકા આવેલી છે તમામ નગર પાલિકાનું વીજ બિલ કરોડોમાં બાકી બોલી રહ્યું છે PGVCL દ્વારા તમામ પાલિકાને નોટિસ આપવામાં આવી છે…

PGCVL નાં એક્ઝિક્યુટિવ એન્જિનિયરએ જણાવ્યું કે ભુજ પાલિકાનો કરોડો રૂપિયાનું લેણું ચડી ગયું છે જ્યારે અંજાર, માંડવી, મુંદ્રા, પાલિકાનું પણ કરોડોનું લેણું ચડી ગયું છે અને PGVCL દ્વારા પાલિકાનું કનેક્શન કાપવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે અંજાર નગર પાલિકાનો ૨૮ કરોડ ૩૧ લાખ રૂપિયાનું લેણું ચડી ગયું છે જ્યારે માંડવી નગર પાલિકાનો ૫ કરોડ ૩૭ લાખ રૂપિયા ભરવાના બાકી છે તો મુંદ્રા નગર પાલિકાનો ૧ કરોડ ૨૬ લાખ રૂપિયા PGVCLમાં વીજ બિલ બાકી બોલી રહ્યું છે તમામ નગર પાલિકાને નોટિસ આપવામાં આવી છે અને તેઓને સમય પણ આપવામાં આવ્યું છે જો સમયસર વીજ બીલ ભરવામાં નહિ આવે તો જોડાણ કાપી નાખવામાં આવશે સાથે સાથે જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને અન્ય સરકારી કચેરીઓ પણ ચકાસવામાં આવી રહી છે જો સરકારી કચેરીનો પણ લેણું બાકી બોલતું હશે તો એમના પણ કનેક્શન કાપવામાં આવશે….

વધુમાં PGVCLના એચ.યું. ગોસાઈ એક્ઝિક્યુટિવ એન્જિનિયરએ કહ્યું હતું કે…

ભુજ પાલિકા ઉપર ચડેલ લેણાં બાબતે પાલિકાના પ્રમુખને પૂછવામાં આવ્યું તો પાલિકાના પ્રમુખે જણાવ્યું કે જ્યારથી અમારી નવી બોડી પાલિકામાં આવી છે ત્યારેથી અમે જૂના લેણાં ભરી શકીએ એવી અમારી પરિસ્થિતિ નથી પણ પાલિકા દ્વારા દર વખતે જે પણ વીજ બિલ બાકી હોય છે એ પાલિકા ૩૧ માર્ચ પહેલા ભરપાઈ કરતી હોય છે ભુજ પાલિકા ઉપર જે લેણું ચળી ગયું છે તેને લઈને જીબી દ્વારા પાણીના નવ કાનેશન કાપી નાખ્યાં છે તેવો ખુદ પલિકના પ્રમુખ ઘનશ્યામ ઠક્કરએ પણ કબૂલી લીધું કે પણ પાણીના કનેક્શન કાપવામાં આવ્યા છે તેને લઇને વોટર સપ્લાયમાં તકલીફ પડી રહી છે ત્યારે જ્યાંથી પણ જનતાને પાણી આપવામાં આવી રહ્યું હતું ત્યાંથી પણ હવે લોકોને પૂરતો નહિ મળે અને આખરે પાલિકાને ત્યાં જનરેટર માંગવું પડશે જે કનેક્શન કાપવામાં આવ્યા એના થી પાલિકાને પણ મુશ્કેલી પડી રહી છે ભુજ પાલિકા જૂના લેણાં ભરી સકે એવી પરિસ્થિતિમાં નથી એટલે જે પણ ૧ વર્ષનો લેણું છે જે ભરપાઈ કરવા માટે પાલિકા કટિબંધ છે…