જામનગર શહેરમાં દેશીદારૂની ભઠ્ઠી પકડી પાડતી એલ.સી.બી. જામનગર
શ્રી પોલીસ મહાનિરીક્ષક સાહેબ રાજકોટ વિભાગ રાજકોટના શ્રી અશોક કુમાર સાહેબ નાઓએ પ્રોહીની પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ઇસમો ઉપર કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય,જેથી પોલીસ અધિક્ષક શ્રી.પ્રેમસુખ ડેલૂ સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ જામનગર જીલ્લામાં પ્રોહીનીબદી નાબુદ કરવા એલ.સી.બી.પો.ઇન્સ.શ્રી જે.વી.ચૌધરી નાઓ તથા પો.સ.ઇ. શ્રી એસ.પી,ગોહિલ તથા સ્ટાફના માણસો જામનગર શહેર વિસ્તારમાં પ્રોહીના કેસો શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમા હતા.
દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના શીવભદ્રસિંહ જાડેજા તથા ફિરોઝભાઇ ખફી ને મળેલ હકિકત આધારે આરોપી – મુરૂભાઇ નારણભાઇ ભાન રહે.જામનગર ખોડીયાર કોલોની નીલકમલ સોસાયટી હનુમાન ટેકરી વાળા ના કબ્જામાંથી દેશી પીવાનો દારૂ લીટર-૧૬૦ કિ.રૂ ૩૨૦૦/- તથા દારૂ બનાવવાનો આથો લીટર -૬૦૦ કિ.રૂ ૧૨૦૦/ તથા લોખંડચુલા,ગેસના બાટલા,ઇલેકટ્રીક મોટર,એલ્યુમિનિયમ તપેલા ટીપણા જે દેશી દારૂ બનાવવાના સાધનો રૂ.૫૧૦૦/-તથા મોબાઇલ ફોન-૦૨ કિ.રૂ.૧૦૫૦૦/- ટોટલ કિ.રૂ ૨૦,૦૦૦/- ના મુદામાલ કબજે કરી મજકુર વિરૂધ્ધ પો.હેડ કોન્સ હરદિપભાઇ ધાધલ નાઓએ પ્રોહીબીશન હેઠળ કાર્યવાહી કરવામાં આવેલ છે.
આ કામગીરી એલ.સી.બી.પો.ઇન્સ.શ્રી જે.વી.ચૌધરી તથા પો.સ.ઇ.શ્રી એસ.પી.ગોહિલ નાઓ સ્ટાફના સંજયસિંહ વાળા હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, શરદભાઇ પરમાર,દિલીપભાઇ તલવાડીયા, ભગીરથસિંહ સરવૈયા નિર્મળસિંહ જાડેજા,હરદિપમાઇ ધાધલ,વનરાજભાઇ મકવાણા, ધાનાભાઇ મોરી, અશોકભાઇ સોલંકી, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, અજયસિંહ ઝાલા, શીવભદ્રસિંહ જાડેજા, રાકેશભાઇ ચૌહાણ, અજયસિંહ ઝાલા, કિશોરભાઇ પરમાર દયારામ ત્રિવેદી ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા બિજલભાઇ બાલાસરા વિગેરે દ્વારા કરવામાં આવેલ