ગાંધીધામ બસ સ્ટેશનમા પાર્ક કરેલ બાઈક ચોરાતા ફરિયાદ નોંધાઈ

આ અંગે સુભાષ જગનનાથમ ગુંટીએ ફરિયાદ નોંધાવતાં જણાવ્યુ હતું કે, તેઓ તા.20-1ના GJ-12-CK-8282 બાઈક ગાંધીધામ બસ સ્ટેશનમા પાર્ક કરી ભચાઉ ગયા હતા. બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં ભચાઉથી પરત ફરી બાઈક લેવા જતાં પાર્ક કરેલ સ્થળ પર બાઈક જોવા મળ્યો ન હતો. આસપાસ તપાસ કરતાં કોઈ જાણકારી મળી ન હતી. ગાંધીધામ બી-ડિવિઝન પોલીસે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.