કાલાવડ અને મેધપર ગામે બાઇક તસ્કરીમાં બે આરોપીઓ જબ્બે

કાલાવડમાં હુસેની ચોકમાંથી નુરમીયા મહંમદમીયા કાદરીની માલિકીનું બાઇક તસ્કરી કરી લઈ ગયાની ફરિયાદ નોંધાવતાં બાદ પોલીસે તજવીજ હાથ ધરી આ બાઇકની તસ્કરી કરી લઈ જનાર કાલાવડમાં જ કપુરીયાનાં કાંઠે રહેતા પ્રકાશ ચમનભાઈ પરમાર નામના આરોપીએ પકડી લઈ બાઇક જપ્ત કરી આગળની તપાસ હાથ ધરી હતી. જામનગરનાં મેધપર પોલીસ મથકની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે વાહન તસ્કરીના ગુનામાં મીથુન રામજી બાંભણીયા નામનો આરોપી સંડોવાયેલો હોવાની બાતમી મળી હતી. જે બાતમીનાં આધારે મેધપરમાં હોટલ પાછળ રહેતા મીથુન રામજી બાંભણીયાને ઝડપી લીધો હતી. જેની પુછપરછ કરતાં તેને બાઈકની તસ્કરી સાગરીત રાજન ગુપ્તા સાથે કરી હોવાની કબુલાત કરી હતી. બાઇક જાફરાબાદ સામા ઉકા બારિયાને બહેચી નાખ્યું હોવાનું જણાવ્યુ હતું. જાફરાબાદ પોલીસે બાઇક ડિટેઇન કર્યાનું હોવાનું પોલીસમાંથી જાણવા મળી રહ્યું છે. મેધપરમાંથી બાઇક તસ્કરી અંગે એક આરોપીને ઝડપી પાડી તેની સામે કડક તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *