ઉનાના લેરકમાં કારે બાઇકને અડફેટે લેતા આધેડનું મોત એકને ગંભીર ઇજા

ઉના તાલુકાનાં લેરકા ગામના પાટિયા નજીક બાઇકને કરે હડફેટે લેતા આમોદ્રાનાં આધેડનું મૃત્યુ નીપજયું હતું. જ્યારે તેમના પત્નીને ગંભીર ઇજાઓ પહોચી હતી. ઉના-કોડીનાર નેશનલ હાઇવે રસ્તા ઉપર 15 કિ.મી દૂર લેરકા ગામના પાટીયા નજીક ઉના તાલુકાનાં આમોદ્રા ગામના દાનાભાઇ માલાભાઈ જાદવા ઉ.વ.55 તેમની મોટર સાઇકલ ઉપર પાછળ તેમના પત્ની માલુબેન દાના ઉ.વ.45 તે બેસાડીને કૌટુંબીક કામે જતાં હતા ત્યારે એક વેગેન આર. મોટરકારનાં ચાલકે પૂરઝડપે બેદરકારીથી કાર ચલાવી મોટર સાઇકલને ટક્કર મારતા પતિ-પત્ની ફંગોળાઈ જતાં દાનાભાઈ માલાભાઈ જાદવનું માથામાં ગંભીર ઇજા પહોચતા મૃત્યુ નીપજયું હતું. જ્યારે માલુબેનને ગંભીર ઇજાઓ પહોચતા પ્રથમ ઉના સરકારી દવાખાને ત્યારબાદ વધુ સારવાર માટે અન્યત્ર ખસેડેલ છે. આ બાબતે ગીરગઢડા પોલીસ મથકમાં મરણ જનારના ભત્રીજા કરશનભાઈ પીઠાભાઈ જાદવે કાર ચાલક સામે ફરિયાદ લખાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.