ભુજ શહેરના અમુક વિસ્તારોમાં દરરોજ વકરતી ટ્રાફિક સમસ્યા


શહેરના હાર્દ સમા જયુબિલી સર્કલ ઉપર વહેલી સવારે શ્રમિક વર્ગોની ગીરદીથી શરૃ થઈ ઓફિસ સમય દરમિયાન શાળાના છૂટવાના સમયે તાથા સાંજે ૬થી ૮ની વચ્ચે વાહનો સાથે રાહદારીઓ પણ વધુ હોય છે. ટ્રાફિક પોલીસ જવાનો ટ્રાફિક નિયમન માટે ઉભા હોય છે. છતાં ટ્રાફિક જામના કારણે અમુક વાહન ચાલકો જોરજોરાથી હોર્નનો મારો ચલાવતા ધ્વની પ્રદુષણ ફેલાવી રહ્યા છે.
આવી જ હાલત શાક માર્કેટાથી ન્યુ સ્ટેશન જતા માર્ગે ત્રણ રસ્તા પાસે આડેાધડ સામસામા વાહનો આવી જાય છે. આ રસ્તો આડેાધડ ઉભીને હાથલારી પર ધંધો કરતા ધંધાર્થી ઉપરાંત આડેાધડ પાર્કિંગ કરાયેલા વાહનો ઉપરાંત લારી ઉપર ફળ કે શાક ખરીદવા ઉભતા ગ્રાહકોના કારણે રસ્તો સાંકડો બની ગયો છે. આવી જ હાલત ત્રિકોણ બાગની બાજી બાજુ પેટ્રોલ પંપ પાસે પસાર થતા માર્ગની છે. બન્ને સાઈડાથી વાહનોની અવર જવર થઈ રહી છે. અને વારે વારે ટ્રાફિક જામ જ્યાં છ રસ્તા મળે છે ત્યાંથી શરૃ થાય છે. સામેની સાઈડમાં ટ્રાફિક પોલીસ ઉભે છે પરંતુ ટ્રાફિક નિયમન જેવું કંઈ દેખાતું ન હોવાનું જાગૃત શહેરીજનો જણાવી રહ્યા છે.નગરજનોના કહેવા મુજબ મોબાઈલમાં વાત કરનાર, સીટ બેલ્ટ ન બાંધનાર સહિતની બેદરકારીમાં જેમ નેત્રમમાં નિયમ મુજબ દંડનો મેમો ઘર સુાધી ફટકારવામાં આવે છે તો ટ્રાફિક જામની વકરતી સમસ્યાના નિરાકરણ માટે પણ પગલા લેવામાં આવે તેવી લાગણી વ્યકત કરવામાં આવી છે.