નાના કપાયા મધ્યે આવેલ એમઆઈસીટી કોલોનીમાં લાઈનબંધ બાર મકાનોમાં 8.87 લાખની તસ્કરી
ઔદ્યોગિક વિકાસ બાદ મુન્દ્રા પંથકમા ચોમેર ફેલાયેલી વિવિધ કંપનીઓની સોસાયટીઓમાં સુરક્ષા મુદ્દે પ્રવર્તિ રહેલી બેદરકારી ભાળી ગયેલા તસ્કરોએ કરી એક વાર કાતિલ ઠંડીમાં નાના કપાયા સ્થિત એમઆઈસીટી કોલીનીને નિશાન બનાવી હતી. એક હરોળમાં આવેલ બાર મકાનોના તાળા તોડી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી 8.87 લાખની માલમતાની તસ્કરી કરી હતી. ઘટનાને પગલે તાત્કાલિક ધોરણે સ્થળ પર ધસી ગયેલા પોલિસ ટુકડીએ ઘટના સંબંધિત તપાસ હાથ ધરતાં અંદાજિત આઠ એકર થી વધુ વિસ્તારમાં પથરાયેલી સોસાયટી મધ્યે માત્ર એક ગેટ બહાર અને એક અંદર મળી કુલ્લ બે સીસીટીવી કેમેરા ની જાંચ હાથ ધરી ભોગગ્રસ્તોએ કેટલી માલમતા ગુમાવી તેના આધારે ફોજદારી ફરિયાદ ની પ્રક્રિયા હાથ ધરી હતી. મોડી રાત્રીએ કુલ 12 ઘરમાંથી પાંચ બંધ હાલતમાં હોવા સમેત સોના ચાંદીના ઘરેણાં ઉપરાંત રોકડ મળી 8.87 લાખ રૂ ની માલમતા ચોરાઈ હોવાની વિગત આપતાં પીઆઈ. હાર્દિક ત્રિવેદીએ એક માસ અગાઉ સોસાયટી ના રહીશો ની બેઠક બોલાવી તેઓ પ્રસંગોપાત બહારર જતી વેળાએ પોતાની મિલકત સુરક્ષિત. હાથમાં સોંપે તેવા સૂચન ઉપરાંત સુરક્ષા સંબધિત નિયમો નું પાલન કરવા પર સુદ્ધાં મુકાયો હોવા બાબત પર પ્રકાશ પાડી તેમણે કોઈ પણ અમલ ન કર્યો હોવાથી આ ઘટના બની હોવાનું જણાવ્યુ હતું. અહી નોંધનીય છે કે મુન્દ્રા ની અનેક લાખેણી સોસાયટીઓ માત્ર ગેટ પરના સીસીટીવી કેમેરા અને ચોકીદાર પર આધારિત રહેતી હોવાથી ખુદ સુરક્ષા બાબતે ઉદાસીન રહેતા આવા બનાવો બનતા હોવાનું સામે આવી રહ્યું છે.