નાની ખાખરના સબ સ્ટેશનમાથી 69 હજારના રીએકટરની તસ્કરી
નાની ખાખર સબ સ્ટેશનની ઓફિસના સાઈડના ભાગે આવેલ સપોર્ટ સ્ટ્રેક્ચરની ઉપર લાગેલા 11 કે.વી. કેપેસીટર બેંકના 3 રીએકટર જેની કિ.રૂ.69,221ની તસ્કરી થઈ હોવાની ફરિયાદ કોડાય પોલીસ મથકે નોંધાઈ છે.
આ અંગે નાની ખાખર ગ્રુપ સબ સ્ટેશનના જુનિયર એંજિનિયર ભાવિનભાઈ અશોકકુમાર ખીચડાએ ફરિયાદ નોંધાવતાં જણાવ્યુ હતું કે, તા. 29ના સાંજના આશરે પોણા છ વાગ્યાના અરસામાં નાનીખાખર સબ સ્ટેશનના સ્વીચ બોર્ડ ઓપરેટર ઉદયભાઈએ ફોન દ્વારા જણાવ્યુ હતું કે, નાની ખાખર સબ સ્ટેશનની વિઝિટ કરવા આવતા ઓફિસના સાઈડના ભાગે આવેલ સપોર્ટ સ્ટેકચરની ઉપર લાગેલ 11 કે.વી.કેપેસીટર બેંકના રીએકટર જોવા મળ્યા ન હતા જેથી ચોરી થઈ હોવાનું જણાઈ રહ્યું છે. જેથી ફરિયાદીએ ઘટના સ્થળ પર જઈ તપાસ કરતાં સપોર્ટ સ્ટ્રેક્ચરની ઉપર લાગેલા 11 કે.વી. કેપેસીટર બેંકના 3 રીએકટર જેની કિ.રૂ. 69,221 જે જોવા મળ્યા ન હતા તેમજ સ્ટ્રેક્ચરમાં લાગેલ કેબલો કાપેલ હાલતમાં નજરે પડ્યા હતા. આ ચોરીની ઘટના તા. 28ના રાત્રીના અગિયારેક વાગ્યાથી તા.29-1ના સાંજના સાડા પાંચ વાગ્યાના અરસામાં કોઈ પણ સમયે બની હતી. પોલીસે આ અંગે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.