રાપરમાં પૂર્વે થયેલ ઝગડાની ફરિયાદનું મનદુખ રાખી યુવક પર ઘાતકી હુમલો કરાયો

રાપરમાં પાંચેક મહિના અગાઉ થયેલા ઝગડાની ફરિયાદનું  મનદુખ રાખી યુવક પર લોખંડના પાઇપ તથા છરી વડે હુમલો કરાયો હોવાની ફરિયાદ રાપર પોલીસ ચોપડે નોંધાઈ છે. આ અંગેની ફરિયાદ રોહિતના મોટા ભાઈ હિતેશભાઈ ડાયાભાઇ નટે કરી હતી. પોલીસના સતાવાર સાધનો પાસેથી મળતી માહિતી અનુસાર તા.31ના  રાત્રિના આઠ વાગ્યાના અરસામાં આ ઘટના બની હતી. જગદીશ ડાયાભાઈ નટને પૂર્વે મહેશ નટે માર મારતા આ અંગે ફરિયાદ નોંધાઈ હતી. આ ઝગડા અંગે સમાધાન કરવા બાબતે જગદીશના ભાઈ રોહિતને મહેશ તથા અન્ય આરોપીઓ પોતાને ઘરે લઈ ગયા હતા. ત્યાં હજાર આરોપીઓ જીગર મગન નટ, મુકેશ પ્રતાપ નટ, મનોજ પ્રતાપ નટ તથા મગન વશરામભાઈ નટ અને ડાહીબેન મગનભાઇ નટ પહેલાથી હજાર હતા. આરોપીઓએ પૂર્વ કાવતરું રચી રોહિતને ઘરે બોલાવી ગાળો આપી અમારા પર કેમ ખોટા કેશ કરો છો કહેવા લાગ્યા હતા. જેથી રોહિતે ગાળો બોલવાની ના પાડતા મહેશે ઘરમાથી લોખંડનો પાઇપ કાઢી મારી નાખવાના ઇરાદે રોહિતને માથાના ભાગે માર્યો હતો. તેમજ ઉમેશે છરી વડે રોહિત પર ડાબી આંખના ઉપરના ભાગે મારી ઇજાઓ પહોચાડી હતી. અન્ય આરોપીઓએ ધાક બુશટનો માર મારી રોહિતને જાનથી મારી નાખવાની વાતો કરી રહ્યા હતા. ઇજા પામેલ રોહિત બેહોશ થઈ જતાં આરોપીઓએ રોહિતના પરિવારને જાણ કરી હતી. રોહિતને ઇજાઓ પહોચતા તેને સારવાર અર્થે રાપર ત્યારબાદ સામખીયાળી માતૃસ્પર્શ હોસ્પિટલ વધુ સારવાર અર્થે ગાંધીધામ અને ત્યાથી વધુ સારવાર અર્થે રાજકોટ રીફર કરાયા હતા.જે અંગે ફરિયાદમાં જણાવાયું છે. રાપર પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.