અંજાર મંક્લેશ્વર મહાદેવ મંદિરમાં થયેલ મંદિર ચોરીના ગુનાનો ભેદ ઉકેલી આંતર રાજ્ય આરોપીઓને ઝડપી પાડતી

અંજાર પોલીસ

સરહદી રેન્જ, ભુજના મહે. પોલીસ મહાનિરીક્ષકશ્રી, જે.આર. મોથાલીયા સાહેબ તથા પુર્વ-કચ્છ ગાંધીધામના, પોલીસ અધિક્ષકશ્રી, મહેન્દ્ર બગડીયા સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી, એમ. પી. ચૌધરી સાહેબ, અંજાર વિભાગ, અંજારનાઓની સૂચના આધારે મિલ્કત સબંધી ગુનાઓ શોધી કાઢવા સૂચના કરેલ. જે અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એસ.ડી. સિસોદીયા નાઓની સુચનાથી અંજાર પોલીસ દ્વારા હાલમાં અંજારમાં થયેલ મક્લેશ્વર મહાદેવ મંદિર ચોરી બાબતે અલગ અલગ ટીમો બનાવી હ્યુમન સોર્સીસ તથા સી . સી . ટી. વી ફૂટેજ એનાલીસીસના આધારે આંતરરાજ્ય (ઉત્તરપ્રદેશ) ટોળકીના ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઇસમો પૈકીના એક ઇસમને અંજાર વિસ્તારમાં તથા બીજા ઇસમને ઉત્તરપ્રદેશથી શોધી કાઢી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી અંજાર પોલીસ.

પકડાયેલ આરોપીઓ :- (૧)મહેશ કરિયા ચૌહાણ ઉવ.૨૮ રહે, હાલે આદિપુર, તા. ગાંધીધામ મૂળ રહે, સીતારામ નગર જી.બહેરાઇચ ઉત્તરપ્રદેશ

(૨)શિવકુમાર બુધરામ ચૌહાણ ઉવ.૨૪ રહે હાલે.આદિપુર તા.ગાંધીધામ મૂળ રહે, સીતારામ

નગર જી.બહેરાઇચ ઉત્તરપ્રદેશ

પકડવાના બાકી આરોપીઓ :

:- (૧) હનુમાન નનકે ચૌહાણ રહે. ઉત્તરપ્રદેશ (૨) તવલા ચૌહાણ રહે, ઉત્તરપ્રદેશ

આરોપી નં(૨)નો ગુનાહિત ઇતિહાસ

(૧) બિશેશ્વરગંજ પો.સ્ટે(યુ.પી) ગુ.ર.નં.૩૬૮/૨૦૧૨ ઈ.પી.કો કલમ ૩૮૦,૪૫૭ વિ. (૨) બિશેશ્વરગંજ પો.સ્ટે(યુ.પી) ગુ.ર.નં.૩૭૩/૨૦૧૨ ઈ.પી.કો કલમ ૪૫૯ વિ.

(૩) બિશેશ્વરગંજ પો.સ્ટે યુ.પી) ગુ.ર.ન ૪૧૭/૨૦૧૨ આર્મ્સ એક્ટ કલમ ૩,૫, ૨૫ વિ.

(૪) રહેરાબજાર પો.સ્ટે (યુ.પી) ગુ.ર.નં,૮૧૩/૨૦૧૦ ઈ.પી.કો. કલમ ૩૮૦,૪૫૭ વિ

કબ્જે કરેલ મુદ્દામાલ :-

(૧) જર્મન સિલ્વર ની છત્તર કિ.રૂ ૨૦૦૦/-

(ર) પંચવટી કિ.રૂ.૫૦૦/-

(૩) હીરો કંપનીનુ પ્લેંડર પ્રો મો.સા. કિ.રૂ.૫૦, ૦૦૦/-

(૪) લોખંડની કટર કિ.રૂ. ૦૦/૦૦

(૫) ઇલેક્ટ્રીક કટર મશીન કિ.રૂ. ૦૦/૦૦

(૬) લોખંડની કોશ(ગણેશિયુ) કિ.રૂ. ૦૦/૦૦

> કુલ્લે કિંમત રૂ :- ૫૨,૫૦૦/-

> આરોપીઓનો એમ.ઓ

આરોપીઓ અંજાર, ગાંધીધામ, આદિપુર જેવા જુદા-જુદા વિસ્તારોમા બાગ બગીચાઓનુ માળી તરીકે કામ રાખી વિસ્તારોમા રોડ ઉપર આવેલ મંદિરોની અગાઉના દિવસોમા દર્શન કરી મો.સા.થી રેકી કરી ગુનાને અંજામ આપવાની એમ.ઓ ધરાવે છે.

આ કામગીરીમાં અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર એસ.ડી. સિસોદીયા, તથા અંજાર પોલીસ સ્ટાફના માણસોની અલગ અલગ ટીમોએ સાથે રહી કામગીરી કરેલ છે.