ભુજના ભાનુશાલીનગરમાંથી સોનાના દાગીનાની તસ્કરી

ભુજના ભાનુશાલીનગરના ફકેટમાંથી સોનાના દાગીના અને રોકડ રકમની તસ્કરી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ છે.આ બાબતે મળતી વિગતો અનુસાર ભુજ બી ડિવિઝન પોલીસ સ્ટેશને વેશાલીબા લાલુભા જાડેજા ઉ.વ.35 રહે. ભાનુશાલીનગર, નંદનવન એપાર્ટમેન્ટ એમ-3 ભુજએ ફરિયાદ લખાવી છે કે કોઈ અજાણ્યા આરોપીઓ દ્રારા ફલેટના દરવાજાની કડી ખોલી ડ્રેસીંગ ટેબલ પર રાખેલા સોનાના મંગલસૂત્ર કિંમત રૂ 12000 તથા હેન્ડ બેગમાં રાખેલા રૂ. 800ની એમ કુલ 12800 ની કોઈ અજાણ્યા આરોપીઓ તસ્કરી કરી ગયેલ છે. પોલીસે અજાણ્યા આરોપી વિરૂધ્ધ ચોરીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.