નખત્રાણામાં સર્જાયેલ અકસ્માતમાં યુવાનનો મોત

નખત્રાણામાં મોરાય ગામ પાસે સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત નીપજયું હતું. આ ઘટના અંગે નખત્રાણા પોલીસ સ્ટેશને મુસ્તાક કાસમ ધાંચી રહે. ટોડીયા તાં. નખત્રાણા એ ફરિયાદ નોંધાવી છે કે, આઇ-10 કાર નંબર જી.જે-10-બી.જી-8416 ના ચાલકે પૂરઝડપે અને ગફલતભરી રીતે કાર ચલાવી મોરાય ગામ પાસે ઉગેડી તરફ જતાં રસ્તે પોતાના કાકા સાલેમામદ હાસમ ચાકીને હડફેટે લેતા પગમાં અને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેનું મોત નીપજયું છે. નખત્રાણા પોલીસે કાર ચાલક વિરૂધ્ધ અકસ્માત મૃત્યુનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.