પોરબંદર : ધરમપુરના પાટીયા પાસે પોલીસને જોતાં દારૂ ભરેલી કાર મૂકી શરાબના ધંધાર્થીઓ નાશી છૂટયા

પોરબંદરની પોલીસ આમ તો ભલભલા ગુન્હેગારોનો પીછો કરીને દબોચી લે છે પરંતુ વિદેશી શરાબના ધંધાર્થીઓ બે જુદી-જુદી જગ્યાએ પોલીસને થાપ આપીને નાસી ગયા પોલીસે સાડા ત્રણ લાખનો મુદામાલ જપ્ત કરીને સંતોષ માની લેવો પડ્યો છે. ધરમપુરના પાટીયા પાસે રાણાવાવથી પોરબંદર જતાં રસ્તે પોલીસને જોતાં બલેનો કાર મૂકીને અજાણ્યો આરોપી નાસી ગયો પોલીસે 120 બોટલ શરાબ અને કાર સહિત 3 લાખ 28 હજાર 600 નો મુદામાલ જપ્ત કરીને પોલીસે કારના નંબરના આધારે શખ્સની શોધખોળ હાથ ધરી છે. રાણાવાવ પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન બોરડી પાટીયા નજીક બે શખ્સો મોટરસાયકલમાં બે કાળા ઝબલા સાથે પસાર થતાં હતા. પોલીસને શંકા જતાં આ બાઇક સવારોને ઊભા રાખયા બંને આરોપીઓ રોકાયા ન હતા અને પોતાની પાસે રહેલ ઝબલા કે જેમાં અંગ્રેજી શરાબ હોય તે ત્યાં જ ફેંકી દઈને નાસી છૂટયા હતા. પોલીસે વિદેશી શરાબની 18 બોટલ કિંમત રૂ. 7200 નો મુદામાલ જપ્ત કરી કાર્યવાહી કરતાં નાસી ગયેલ મોટરસાયકલ ચાલક ધોરીયા નેશમાં રહેતો કરશન કાના હોય તેની વિરુદ્ધ તથા તેની પાછળ બેઠેલ અજાણ્યા આરોપી વિરુદ્ધ રાણાવાવ પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *