સિંધોડીની સીમમાથી 15,000ના કેબલ વાયરની તસ્કરી

સિંધોડી ગામની સીમમાં આવેલ સુઝલોન કંપનીની પવન ચકકીની હવાબારીમાથી ચોરે અંદર પ્રવેશી કુલ 60 મીટર કેબલ વાયરની તસ્કરી કરી હોવાની ઘટના જખાઉ મરીન પોલીસ મથકે નોંધાઈ છે.

આ અંગે રિયાન્સી સિક્યુરિટી એજન્સીમા સિક્યુરિટી ઓફિસર તરીકે ફરજ બજાવતાં કિરીટસિંહ ટપુભા જાડેજાએ ફરિયાદમાં જણાવ્યુ હતું કે, તેમને સુઝલોન કંપનીના ગુજરાત સિક્યોરિટીના હેડ ઓફિસર ગોસ્વામી સાહેબે ફોન દ્વારા જણાવ્યુ હતું કે, સિંધોડી ગામની સીમમાં આવેલ પવનચક્કી નં.એમ-469માથી કેબલની ચોરી થયેલ છે. ત્યારબાદ ઘટના સ્થળ પર જઈ તપાસ કરતાં કોપર કેબલ કાપી કુલ 60 મીટર કિ.15,000ની ચોરી થઈ હોવાનું જણાઈ આવ્યું હતું. આ ચોરીની ઘટના તા.28-1ના રાત્રિના 1 થી2  વાગ્યાના અરસામાં બની હતી. પોલીસે  ચોર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.