ગાંધીધામ કાસેઝ ગોલાઈ પાસેના પુલિયા ઉપર અકસ્માતમાં બે જણનાં મોત

ગાંધીધામ સંકુલમાં કાસેઝ ગોલાઈ પાસે આવેલા ઓવરબ્રિજ પર અજાણ્યાભારે વાહને મોટરસાઈકલને ટક્કર મારતાગંભીર રીતે ઈજાગ્રસ્ત હનીફ મામદ સંઘાર (ઉ.37) અનેપાંચ વર્ષીય સોહેલ યાકુબ સનાનું મૃત્યું થયું હતું. પોલીસના સત્તાવાર સાધનો એ વિગતો આપતાં જણાવ્યું હતું કે, ગત રોજ બપોરના 12 વાગ્યાના અરસામાં મૃતક હનીફભાઈ અને સાહેલ મોટરસાઈકલથી જૂના કંડલાથી ગાંધીધામ તરફ આવતા હતા, તે દરમ્યાન અજાણ્યા વાહને તેમને અડફેટે લીધા હતા. બંને ઈજાગ્રસ્તોને સારવાર માટે આદિપુર રામબાગ હોસ્પિટલ ખાતે લવાતા હતા. દરમ્યાન ફરજ ઉપરના તબીબ ડો. એ.કે. સિન્હાએ બંને ઈજાગ્રસ્તોનેમૃત જાહેર કરતાં પરિવારમાં ગમગીની પ્રસરી હતી. આ મામલે પોલીસે વધુ તપાસ આરંભી છે.