જાવાવાંઢમાં પોલીસ દરોડા દરમિયાન સિંગળ નાળવાની બંદૂક મળી: આરોપી ફરાર

આડેસર પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન જાવાવાંઢની પ્રાથમિક શાળા પાસે પહોચતા તેમને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, જાવાવાંઢમાં રહેતો દિનેશભાઈ નરશીભાઈ કોલી પોતાની વાડીમાં ગેરકાયદેસર દેશી દારૂ બનાવી વેચાણ કરે છે. પોલીસે બાતમીના આધારે બાતમી વાળા સ્થળ પર દરોડો પાડતા આરોપી દિનેશભાઈ નરશીભાઈ કોલી એરંડાના ખેતરનો લાભ લઈ નાશી ગયો હતો. પોલીસે ઝૂપડાની અંદર તપાસ કરતાં દેશી દારૂ મળી આવ્યો ન હતો પરંતુ ઝૂપડાની બહાર ગોદડાઓમાં તપાસ કરતાં એક સિંગળ નાળવાળી બંદૂક મળી આવી હતી. પોલીસે કિ.રૂ.5000ની બંદૂક કબ્જે કરી આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.