આગામી જી૨૦ના આયોજનને લઇને જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી દિલીપ રાણાએસમગ્ર કચ્છમાં “નો-ડ્રોન ઝોન”નું જાહેરનામું બહાર પાડ્યું
ભુજ, શનિવાર:
કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના ધોરડો ખાતે આગામી તા. ૦૭/૦૨/૨૦૨૩ થી તા.
૧૦/૦૨/૨૦૨૩ સુધી જી૨૦ સમીટનું આયોજન થનાર હોઇ તેમજ કચ્છ જિલ્લો જમીન અને
દરીયાઈ જળ સીમાથી પાકિસ્તાન સાથે જોડાયેલ હોઇ તેમજ હાલના સંજોગો જોતા આતંકવાદી
સંગઠનો ભારત રાષ્ટ્રમાં પોતાનું નેટવર્ક ફેલાવી રહ્યાના ઈનપુટો અવાર નવાર પ્રાપ્ત થતા હોય
છે. કચ્છ જિલ્લાના વિસ્તારમાં આવેલ વાઇટલ ઇન્સ્ટોલેશન, આર્મી કેન્ટોનમેન્ટ,
વી.વી.આઇ.પી./વી.આઇ.પી. રહેઠાણ તેમજ કચેરીઓ, અગત્યની સરકારી કચેરીઓ વગેરે
જગ્યાની સુરક્ષા કરવાની જવાબદારી પોલીસની છે તેમજ કચ્છ જિલ્લામાં વસતા લોકોને
શારીરિક હિંસા પહોંચાડી શકવાની શક્યતા તેમજ જિલ્લાની તેમજ રાજ્યની સલામતી જોખમમાં
મુકાય તે શક્યતા નકારી શકાય નહીં. કચ્છ જિલ્લામાં દેશ વિરોધી સંગઠનો, આતંકવાદીઓ
અને ભાંગ ફોડીયા તત્વો માનવ રહિત રીમોટ સંચાલિત વિમાન જેવા સાધનો અથવા માનવ
સંચાલિત નાની સાઈઝના વિમાન જેવા સંસાધનો અથવા એરો સ્પાર્ટસમાં વપરાતા ઉપકરણો
(SUB-CONVENTIONAL AERIAL PLATFORM) નો ગે૨લાભ લઇ કચ્છ જિલ્લાની સુરક્ષાને
હાની પહોંચાડવાની શક્યતા નકારી શકાય નહીં. આ પ્રકારના સાધનોથી જિલ્લામાં આતંક
ફેલાવી, સુલેહ શાંતિ જોખમાય તેમજ લોકોના જાનમાલને નુકશાન કરે તેવી શક્યતા ૨હેલી
હોઈ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજ દ્વારા ફોજદારી કાર્યરીતી અધિનિયમ ૧૯૭૩(૧૯૭૪
ના ન.-૨)ની કલમ-૧૪૪ તળેનું ” નો-ડ્રોન “ઝોન જાહેર કરવા જાહેરનામું બહાર પાડવા
દરખાસ્ત કરવામાં આવી હતી. જે અનુસંધાને કચ્છ જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી દિલીપ રાણાએ તેમને
મળેલી સત્તાની રૂએ જાહેરનામું બહાર પાડી ફોજદારી કાર્યરીતી અધિનિયમ ૧૯૭૩(૧૯૭૪ ના
ન.-૨)ની કલમ-૧૪૪ અન્વયે વિવિધ પ્રતિબંધો ફરમાવ્યા છે.
આ જાહેરનામા અનુસાર કચ્છ જિલ્લાના વિસ્તારમાં રીમોટ કંટ્રોલથી ચલાવવામાં
આવતા ડ્રોન (DRONE), ક્વાડ કોપ્ટ૨ (QUAD COPTER), પાવર્ડ ઍરક્રાફ્ટ (POWERED
AIRCRAFT), તેમજ માનવ સંચાલિત માઇક્રો લાઇટ એરક્રાફ્ટ (MICRO LIGHT AIRCRAFT),
હૅગ ગ્લાઇડ૨/પેરા ગંપિંગ (HANG GLIDER/PARA GUMPING), પેરા મોટર (PARA
MOTOR) તેમજ હોટ એર બ્લુન્સ (HOT AIR BALLOONS) તથા પેરા જમ્પીંગ (PARA
JUMPING) પર મનાઈ ફરમાવવામાં આવી છે.
સરકારી વિભાગો, પોલીસ વિભાગ અને સુરક્ષાબળોના ઉપરોક્ત સંસાધનોને આ
જાહેરનામામાંથી મુક્તિ અપાઈ છે. જુદા જુદા કારણોસર ડ્રોનથી શૂટીંગ કરવા તેમજ સ્પોર્ટસ
(હોટ એર બલુન્સ જેવી પ્રવૃતિઓ )માટેની પરવાનગી પોલીસ અધિક્ષકશ્રી કે તેઓ દ્વારા
અધિકૃત પોલીસ અધિકારી આપી શકશે. આ હુકમ કચ્છ જિલ્લાના સમગ્ર વિસ્તાર માટે લાગુ
પડશે. આ જાહેરનામું તા.૦૬/૦૨/૨૦૨૩ થી તા. ૧૧/૦૨/૨૦૨૩ સુધી અમલમાં રહેશે. આ
જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર
થશે.