આદિપુરમાં 82 હજારના ચોરાઉ મોબાઇલ સાથે બે પકડાયા

57f38659-bd13-4e2d-8fe9-ae3d42b91409

આદિપુર પીએસઆઇ બી.વી.ચુડાસમાએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, ટીમ સાથે પેટ્રોલિંગ ચાલી રહ્યું હતું તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે, સફેદ એક્ટિવા પર બે જણા ચોરી કે છળકપટથી મેળવેલા મોબાઇલ લઇને બજારમાં નિકળ્યા છે. આ બાતમીના આધારે વોચ ગોઠવી આદિપુર ચારવાડી ઝૂંપડામાં રહેતા રાહુલ મદનભાઇ હંસ અને વોર્ડ-4/એ સાધુ વાસવાણીનગરમાં રહેતા ભરત મુકેશભાઇ નેનવાઇને રૂ.82,000 ની કિંમતના 15 મોબાઇલ સાથે પકડી લઇ એક્ટિવા સહિત કુલ રૂ.1,22,000 નો મુદ્દામાલ કબજે કરી કાયદેસર કાર્યવાહી કરી હતી. આ કામગીરી આદિપુર પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ.શ્રી બી.વી.ચુડાસમા સાહેબ સાથે એ.એસ.આઈ.ભુપતસિંહ જાડેજા, સંગીતાબેન સાલીયા પોલીસ હેડ કોન્સટેબલ ધર્મેન્દ્રસિહ સોઢા, વિક્રમસિહ હડીયોલ ,દીનેશભાઈ પરમાર, રાજુભાઈ મકવાણા, નાનજીભાઈ પરમાર તથા પોલીસ કોન્સ્ટેબલ હરદેવસિંહ ચુડાસમા, મહેશભાઈ દેસાઈ વિગેરેનાઓ દ્વારા આ સફળ કરવામાં આવેલ છે.