બોટાદ : ઢાકણીયા ગામે તીક્ષણ હથિયારના ઘા જીકી યુવાનની કરપીણ હત્યા

જૂની અદાવતે છ શખ્સો એ મોડી રાત્રિના સમયે ધસી આવી યુવાનને મોતને ઘાટ ઉતારી દીધો હતો અન્ય બે મિત્રોને પણ ગંભીર ઈજા કરી હતી

બોટાદ તાલુકાના ઢાકણીયા ગામ ગઈકાલે રાત્રે જૂની અદાવતનાં કારણે યુવાનનું તિક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરવામાં આવી હતી.જ્યારે અન્ય બે યુવાનોને ગંભીર ઈજા થતાં સારવાર માટે ભાવનગરની હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા આ ઘટનાની જાણ થતાં મૃતક યુવાન અને ઇજાગ્રસ્ત પરિવારના સભ્યો મોટી સંખ્યામાં ભાવનગરની હોસ્પિટલે એકત્ર થઇ ગયા હતા.આ ઘટનાને લઇ પોલીસે અલગ અલગ ટીમો બનાવી હત્યારાઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

આ બનાવની જાણવા મળતી વિગત મુજબ બોટાદ પંથકમાં ચકચાર મચાવીદે તેવી ઘટના મોડી રાત્રીના સમયે બની હતી. બોટાદના ઢાકણીયા ગામે રહેતા નવઘણભાઈ ઝલાભાઈ જોગરાણા ઉંમર વર્ષ ૩૦ને આજ ગામે રહેતા શખ્સ સાથે કોઈ બાબતે માથાકુટ થયેલી હોય આ માથાકૂટ ની દાજ રાખી ઉશ્કેરાયેલા છ શખ્સો તીક્ષણ હથિયારો થી સજ્જ બની નવઘણભાઈ ને મોતને ઘાટ ઉતારવા માટે રાત્રિના અંધારામાં પહોંચ્યા હતા દરમિયાનમાં છ શખ્સો તીક્ષણ હથિયારો વતી નવઘણભાઈ ઝાલાભાઇ જોગરાણા પર તૂટી પડ્યા હતા

તીક્ષણ હથિયાર વતી નવઘણભાઈ કાપી નાખ્યું હતું દરમિયાનમાં સાથે રહેલા મુન્ના જોગરાણા અને તેજાભાઈ જોગરાણા ને પણ મરણ તોલ ઈજા થવા પામી હતી નવઘણભાઈનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું તીક્ષણ હથિયારો સાથે નવઘણભાઈની હત્યા કરી ૬ અંધારામાં ઓગળી ગયા હતા. આ ઘટનાની જાણ થતા ની સાથે જ બોટાદ પોલીસનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને મૃતકને પીએમ માટે હોસ્પિટલે ખસેડી બંને ઇજાગ્રસ્તોને ભાવનગરની હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા