અંજાર પોલીસે દારૂ સાથે એક આરોપીને ઝડપ્યો: 46,560નો મુદ્દામાલ જપ્ત
અંજાર પોલીસ પેટ્રોલીંગ કરી રહી હતી તે દરમિયાન શાંતીધામ જવાના રસ્તા પાસે આવતા તેમને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, શાંતીધામ જવાના રસ્તા પર ડાબી બાજુ ગ્રાઉન્ડમાં એક વાદળી કલરની એક્ટિવા નં.GJ-12-EN-5588વાળો શખ્સ એક્ટિવામાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટના વિદેશીદારૂનો વેચાણ કરે છે. બાતમીના આધારે પોલીસે રેડ પાડી ઉપરોક્ત એક્ટિવા વાળા હેમરાજસિંઘ રતનસિંગ રાઠોડ ઉ.વ.19 રહે. મ.નં.14 જલારામ સોસાયટી શાંતીધામ વરસામેડી વાળાને ઝડપી પાડ્યો હતો. પોલીસે દારૂનો 8 બોટલો કિ.રૂ.6,560 તથા એક્ટિવા કિ.રૂ.30,000 તેમજ એક મોબાઈલ ફોન કિ.રૂ.10,000 મળી કુલ.કિ.રૂ.46,560નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.