મોટી નાગલપર ગામે જમીનના ખોટા દસ્તાવેજ કરી જમીન વેચનાર આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

આ અંગે ફરિયાદ નોંધાવતાં નિલુબેન હુકમતભાઈ તારાચંદ ભોજવાણીએ ફરિયાદ નોંધાવતાં જણાવ્યુ અહતું કે, તેઓ ગાંધીધામમાં રહે છે. અને તેમના પતિ આફ્રિકા ધંધા માટે રહે છે.તેમના પતિએ 1995માં અંજારના નાગલપર ગામના સીમ સર્વે નં.45 વાળી જમીન ગુલામઅલી મામદ ખોજા રહે. મોટી નાગલપર એમ 3 પાસેથી જમીન ખરીદેલ હતી. ત્યારબાદ ફરિયાદીના પતિએ  જમીન વારસાઈમાં તેમના અને તેમના પુત્ર પુત્રી એમ ચારનાં નામ નોંધાવેલ છે. હાલમાં આ જમીનની દેખરેખ માટે રફીક ઈશાક કુંભારને રાખેલ છે અને તેઓ ત્યાં રહે છે. તા.27-1ના રફીકભાઈ કુંભારે જણાવ્યુ હતું કે, તમે તમારી જમીન વેચી દીધેલ છે. આ જમીન કોઈ જોવા માટે આવેલ હતા જેથી તમે તપાસ કરજો. આથી ફરિયાદીએ આ અંગેની જાણ અમદાવાદ રહેતા તેમના પુત્રને કરી હતી. આ અંગે તપાસ કરતાં તેમના ચારેયના ખોટા નામ ધારણ કરી ખોટા ફોટા લગાવી ખોટા આધારકાર્ડ પાનકાર્ડ બનાવેલ છે. આ જમીન રમેશભાઈ નાનજીભાઈ મિણાંતે વેચાણ કરેલ હોવાનો ખોટો દસ્તાવેજ બનાવી તેમાં સાક્ષી તરીકે વસંતભાઈ કરશનભાઈ ગુસાઈ રહે.ભચાઉ તથા રાવલ હિતેશભાઈ રાજારામભાઈ રહે. ભચાઉ વાળાએ સહી કરેલ છે. રમેશભાઈએ આ જમીન અમરદીપ મહાવીરસિંહ વાઘેલાને વેચાણે આપેલ હોવાના દસ્તાવેજ બનાવેલ છે. પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.