વણશોધાયેલ વાહન ચોરીનો ગુન્હો શોધી આરોપી પકડી મુદ્દામાલ રીકવર કરતી ગાંધીધામ એ-ડિવીઝન પોલીસ.
મે.પોલીસ મહાનીરિક્ષક શ્રી જે.આર.મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ કચ્છ તથા પોલીસ અધિક્ષક શ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામ નાઓએ પુર્વ-કચ્છ જીલ્લામાં તથા નાયબ પોલીસ અધિક્ષક એમ.પી.ચૌધરી સાહેબ અંજાર વિભાગ અંજારનાઓએ અંજાર વિભાગમાં મીલ્કત સબંધી વણશોધાયેલ ગુનાઓ શોધવા સુચના આપેલ હોય જેથી પોલીસ ઇન્સપેક્ટર એ.બી.પટેલ ગાંધીધામ એ ડિવીઝન પોલીસ સ્ટેશન નાઓએ ગાંધીધામ એ ડિવીઝન પોલીસ સ્ટેશનના માણસોને વણશોધાયેલ મિલ્કત સંબંધી ગુન્હાઓ શોધી આરોપીઓ શોધી મુદ્દામાલ રીકવર કરવા સુચના તથા માર્ગદર્શન આપેલ હોઇ જે અન્વયે ગાંધીધામ એ-ડિવી.પો.સ્ટે.ના સ્ટાફના માણસોને હ્યુમન સોર્સ તથા ટેકનીકલ સર્વેલન્સની મદદથી મળેલ બાતમી આધારે આરોપીને મુદ્દામાલ સાથે મહેશ્વરીનગર ગાંધીધામ ખાતેથી પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. આરોપી: – પ્રેમજી ઉર્ફે પેરૂ ગાભાભાઈ ગચા(મહેશ્વરી) ઉ.વ.૪૪ રહે.મહેશ્વરીનગર ઝુંપડપટ્ટી ગાંધીધામ કબજે કરેલ મુદ્દામાલ:- હોન્ડા સ્પ્લેન્ડર રજી નં.જીજે-૧૨-ક્યુ-૬૭૨૩ જેના એંજીન નં.02F18E01920 તથા ચેસીસ નં.02F20F04132 કિ.રૂ.૧૫,000/- આરોપી હેંડલ લોક ન કરેલ મો.સા. ડાયરેક્ટ કરી ચોરી કરી લઇ જવાની એમ.ઓ ધરાવે છે. શોધાયેલ ગુન્હાઓ ગાંધીધામ એ-ડિવીઝન પો.સ્ટે. એ.ગુ.ર.નં.૦૧૦3/૨૦૨૩ઇ.પી.કો.કલમ-૩૭૯ મુજબ આ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર એ.બી.પટેલ ની સાથે ગાંધીધામ એ ડિવીઝન પોલીસ સ્ટાફ દ્વારા સફળ કરવામાં આવેલ છે.