સસ્તા સોનાના નામે ભુજની ટોળકીએ રાજકોટના યુવક સાથે 50 લાખની ઠગાઈ આચરી

ફેશબુક પર ગોલ્ડ બિસ્કીટની પોસ્ટ મૂકી રાજકોટના યુવક સાથે વિશ્વાસઘાત કરી 50 લાખની ઠગાઈ આચારનાર વિરુદ્ધ ભુજ બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

આ અંગે રાજકોટ માધાપર ચોકડી ગોકુલધામ સોસાયટીમાં રહેતા પ્રવીણ મોતીલાલ રાવલે ફરિયાદમાં જણાવ્યા અનુસાર તેઓ ચશ્માની ફેક્ટરીમાં ચશ્માનો માલ બનાવે છે અને ઓલ ઈન્ડિયામાં વેપાર કરે છે. ફરિયાદીએ 3-1ના ફેશબુક પર અભિષેક શર્મા નામના વ્યક્તિએ ગોલ્ડ બિસ્કિટ વેચવા મુકેલ પોસ્ટ જોઈ હતી. ફરિયાદીના ત્રણ કુટુંબી બહેનો તથા તેમના મામના દીકરાની ચેન્નઇમાં સોનાની દુકાન હોઈ સોનાની જરૂરત હોવાથી તેમને અભિષેક શર્માનો સંપર્ક સાધ્યો હતો. આરોપીએ એક બિસ્કીટના પાંચ લાખ સિતેર હજાર કિમત જણાવેલ. આ બાદ આરોપીએ ફરિયાદી સાથે અવાર-નવાર વાત કરી વિશ્વાસમાં લીધેલ. ત્યારબાદ આરોપી અભિષેકે ફરિયાદીને ભુજ બોલાવી ફેશ-ટુ-ફેશ વાતચીત કરવા જણાવેલ. જેથી ફરિયાદી કપિલ પ્રકાશજી રાવલ તથા ધરમેશસિંઘ રાજપુત સાથે તા.1-2ના ભુજ આવ્યા હતા. ભુજ આવી બપોરે 2 વાગ્યાના આસપાસ અભિષેકને ફોન કરતાં તે બહારર હોઈ મિટિંગ તેનો ભાઈ સાહિલ કરશે તેવું જણાવ્યુ હતું. સાહિલે ફરિયાદીને મહિલા આશ્રમની પાછળ શિવમપાર્ક-2 માં સાર્વજનિક પ્લોટમાં રૂમમાં લઈ ગયેલ હતો. જે સ્થળે બે વ્યક્તિઓ સુલતાન સુલેમાન કુંભાર તથા સાહિલ પઠાણ હાજર હતા. આરોપીઓએ ગોલ્ડનું બિસ્કિટ બતાવેલ સોનું ચેક કરી ફરિયાદીએ 25 લાખ લઈ આવેલ હતા. જ્યારે બીજા 25 લાખ તેમના માંમાંના દીકરા આંગળિયા પેઢીથી મોકલવાના હોઈ  તેઓએ લઈ આરોપીને આપેલ હતા. ત્યારબાદ આરોપીએ ફરિયાદીને તેમની સિસ્ટમ પ્રમાણે ચાલવું પડશે તેવું કહેતા ફરિયાદીએ અમારે તમારા પ્રમાણે ચાલવાની જરૂર નથી તમે અમને ગોલ્ડ અથવા અમારા 50 લાખ પાછા આપવાનું જણાવતા આરોપી સુલતાને જણાવ્યુ હતું કે, તમે અહીથી નીકળી જાઓ તે દરમિયાન એક સફેદ કલરની ગાડી લઈને એક શખ્સ આવેલ આ ત્રણેય આરોપીઓ તેની સાથે બેસીને રવાના થઈ ગયા હતા. ફરિયાદી અને તેમના શાહેદારે ભચાઉ સુધી આરોપીનો પીછો કરેલ હતો. ત્યારબાદ સુલતાને અમદાવાદ હોટેલમાં સોનું આપવાનું જણાવ્યુ હતું. અમદાવાદ હોટેલ પહોચ્યા બાદ ફરિયાદીએ આરોપીને ફોન કરતાં તેણે જણાવ્યુ હતું કે તમારું સોનું કર્ણાટક પહોચી ગયેલ છે હમણાં મળી જશે તેવા વાયદા કરેલ હતા. પરંતુ સોનું કે રૂપિયા પરત આપ્યા ન હતા. પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.