ભાવનગરના સિંધુનગર વિસ્તારમાં આવેલ સંત કકુરામ મંદિરમાં તસ્કરી

ભાવનગરમાં ઠંડીની મોસમ જામી છે ત્યારે ચોરોને મોકળું મેદાન મળતું હોય તેમ મંદિરમાં પણ ચોરી કરવાનું ચોર તરછોડતા નથી.આવો જ એક બનાવ ભાવનગર શહેરના સિંધુનગર વિસ્તારમાં બનવા પામ્યો છે. સિંધુનગર વિસ્તારમાં આવેલ સંત કકુરામ મંદિરમાં સવારે ચાર વાગ્યાના સુમારે તસ્કરોએ હાથ ફેરો કર્યો હતો. મંદિરના તાળા તોડી દાનપેટીમાં રાખેલ રકમની ચોરી કરવાનો પ્રયાસ કરતા દાન પેટી તૂટી ન હતી, પરંતુ ₹3,000 ની ચોરી કરી ત્યાં બાજુમાં જ રહેલ ભાઈ વખતરામ મંદિરમાં પણ તસ્કરોએ હાથ ફેરો કર્યો હતો મંદિરમાં દાન પેટીમાં રહેલ રોકડ રકમની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. આશરે કુલ રૂપિયા દસેક હજારની ચોરી થયાનું જાણવા મળેલ છે. જોકે આ સમગ્ર ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી છે.આ અંગે ઘોઘા રોડ પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે મંદિરમાં તસ્કરી કરનાર ચોરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આવા તસ્કરોને ભગવાનનો પણ ડર રહ્યો નથી અને મંદિરના તાળા તોડી દાન પેટીમાંથી ચોરી કરતા પણ અચકાતા નથી.