ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની નાની-મોટી બોટલો નંગ-૪૫૫ કિ.રૂ.૧,૦૯,૯૧૫/-નો જથ્થો ઝડપી પાડતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમારસાહેબ,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી ડો. રવિન્દ્ર પટેલ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં ઇ.ચા. પોલીસ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા, પો.સબ ઇન્સ. શ્રી પી.બી. જેબલીયા તથા શ્રી પી.આર.સરવૈયા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/ જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ.

આજરોજ વહેલી સવારનાં ભાવનગર, એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કવોડનાં માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. આ દરમ્યાન ભાવનગર,એલ.સી.બી.નાં હેડ.કોન્સ અનિરૂધ્ધસિંહ ગોહિલ તથા પેરોલ ફર્લો સ્કવોડનાં પો.કો. ચંદ્દસિંહ વાળાને સંયુકત રીતે માહિતી મળેલ કે, શકિતસિંહ ચકુભા રાયજાદા રહે.ખાંટડી તા.ઘોઘા જી.ભાવનગર વાળા ભાવનગર,વરતેજ-સીદસર રોડ,બાવળની વાડ પાસે જાહેરમાં ભારતીય બનાવટનો પરપ્રાંત ઇંગ્લીશ દારૂનો જથ્થો ઉતારી કટીંગ કરે છે.જે માહિતી આધારે બાતમીવાળી જગ્યાએ તપાસ કરતાં ઉપરોકત માણસ હાજર મળી આવેલ નહિ. આ જગ્યાએથી નીચે મુજબનો ભારતીય બનાવટનો નાની-મોટી ઇંગ્લીશ દારૂની ફોર સેલ ઇન યુ.ટી. ચંદીગઢ ઓન્લી તથા ફોર સેલ ઇન પંજાબ ઓન્લી લખેલ કાચની કંપની બોટલો મળી આવેલ.જે ઇંગ્લીશ દારૂનો જથ્થો કબ્જે કરી વરતેજ પોલીસ સ્ટેશનમાં પ્રોહિ.એકટની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ.જે ગુન્હામાં આરોપીને તાત્કાલિક ઝડપી લેવા તજવીજ હાથ ધરેલ છે.

આરોપીઃ- શકિતસિંહ ચકુભા રાયજાદા રહે.ખાંટડી તા.ઘોઘા જી.ભાવનગર (પકડવાનો બાકી)

કબ્જે કરેલ મુદ્દામાલઃ-

  1. મેકડોવેલ્સ નં.૧ કલેકશન વ્હીસ્કી ઓરીજનલ ૭૫૦ ML બોટલ નંગ-૯૬ કિ.રૂ.૪૨,૨૪૦/-
  2. ઓલ સીઝન્સ ગોલ્ડન કલેકશન રીઝર્વ વ્હીસ્કી ૭૫૦ ML બોટલ નંગ-૧૨૦ કિ.રૂ.૩૭,૮૦૦/-
  3. મેકડોવેલ્સ નં.૧ કલેકશન વ્હીસ્કી ઓરીજનલ ૧૮૦ ML બોટલ નંગ-૨૩૯ કિ.રૂ.૨૯,૮૭૫/-મળી કુલ રૂ.૧,૦૯,૯૧૫/- નો મુદ્દામાલ

કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ-

ઇ.ચા. પોલીસ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા,શ્રી પી.બી.જેબલીયા, શ્રી પી.આર.સરવૈયા સ્ટાફનાં અનિરૂધ્ધસિંહ ગોહિલ, ભહિપાલસિંહ ચુડાસમા, ચેતનસિંહ સરવૈયા, ચંદ્દસિંહ વાળા, બ્રિજરાજસિંહ ગોહિલ