ટ્રક અને કારનો અકસ્માત સર્જાતા , કાર ચાલક ઈજાગ્રસ્ત

આ અંગે ફરિયાદ નોંધાવતાં જીગરભાઈ મૂળશંકર ગોરે જણાવ્યુ હતું કે તેઓ તા.5-2ના પોતાની આર્ટિકા ગાડી નં.GJ-12-DS-1918 દ્વારા સાંજના પરિવાર સાથે મુંદ્રાથી પરત ભુજ આવી રહ્યા હતા. ત્યારે સાડા આઠેક વાગ્યાના અરસામાં જિલ્લા ઉધોગ સર્કલ પાસે પહોચતા GJ-12-BX-6521ના ટ્રક ચાલકે પોતાના કબજામાં કરેલ ટ્રક બેદરકારી અને ગફલતભરીરીતે ચલાવી પાછળથી અડફેટે લીધી હતી. આ ઘટનામાં ફરિયાદીને જમણા હાથમાં તેમજ માથામાં તથા શરીરે સામાન્ય મૂઢ ઇજાઓ પહોચી હતી. ફરિયાદીને સારવાર અર્થે ભુજ જી.કે.જનરલ હોસ્પિટલ અને ત્યારબાદ કચ્છ લાઈફ કેર હોસ્પિટલ લઈ જવાયા હતા. ભુજ બી-ડિવિઝન પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.