જાહેરમાં વરલી મટકાનો જુગાર રમતા શખ્સને મુન્દ્રા પોલીસે ઝડપ્યો
મુન્દ્રા પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ઉમિયાનગર પાસે આવતા તેમને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, જાકીનશાના ડેલામાં બસ સ્ટેશન પાસે રહેતો શખ્સ ઈસ્માઈલ ઉમર જુણેજા ઉમિયાનગર ત્રણ રસ્તા પાસે જાહેરમાં વરલી મટકાનો આંક ફેરનો જુગાર રમી-રમાડી રહ્યો છે. પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરી ઉપરોક્ત આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપી પાસેથી બુક ,બૉલપેન તથા રોકડા રૂપિયા 3180 કબ્જે કર્યા હતા. પોલીસે આરોપી વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પકડાયેલ આરોપી:
ઈસ્માઈલ ઉમર જુણેજા ઉ.વ.50 રહે. જાકીનશાની ડેલામાં બસ સ્ટેશન પાસે મુન્દ્રા