જુના કટારીયા ચોકડી પાસે ટ્રક અને બાઈકનો અકસ્માત સર્જાતા બાઈક ચાલક ઇજાગ્રસ્ત
આ અંગે રાપરના જદુપર ભંગેરામા રહેતા હરીગર રતનગર ગૌસ્વામીએ લાકડિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં જણાવ્યુ હતું કે, તા.3-2ના આશરે 12 વાગ્યાના અરસામાં તેમનો પુત્ર ઘનશ્યામ GJ-12DN-4873 બાઈક દ્વ્રારા તેમના મોટા દીકરા રમેશગરના ઘરે લાકડિયા જવા નીકળ્યા હતા. આ દરમિયાન રાધનપુર-સામખીયાળી હાઇવે રોડ પર લાકડીયા જુના કટારીયા ચોકડી પાસે પહોચતા RJ-36-GA-6369ના ટ્રક ચાલકે પોતાના કબજામાં રહેલ ટ્રક પૂરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી બાઇકને ઠોકરે લેતા આ અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં બાઈક ચાલક ઘનશ્યામને ઇજાઓ પહોચતા સામખીયાળી મધ્યે આવેલ માતૃસ્પર્શ હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાથી વધુ સારવાર માટે આદિપુર ડિવાઈન લાઈફ હોસ્પિટલ અને ત્યાથી ભુજ ડિવાઈન કચ્છ લાઈફ કેર હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યારે અકસ્માત સર્જી વાહન ચાલક ઘટના સ્થળેથી નાસી ગયો હતો. પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.