બાઈક અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક ચાલક ઘાયલ
આ અકસ્માત અંગે નળ સુંદરપુરી મસ્જીદ પાસે ગાંધીધામમાં રહેતા હારુનભાઈ ઓસમાનભાઈ લુહારે ફરિયાદ નોંધાવતાં જણાવ્યુ હતું કે, તા.6-2ના તેમનો પુત્ર મોહમદ ઉવેશ GJ-12-BM-1295 બાઈક દ્વ્રારા જઈ રહ્યો હતો. તે દરમિયાન મંકલેશ્વર મંદિરની સામે રોડ ઉપર GJ-12-BX-7843ના ટ્રક ચાલકે પોતાના કબજામાં રહેલ ટ્રક બેદરકારી ગફલતભરી રીતે ચલાવી બાઇકને અડફેટે લીધી હતી. આ અકસ્માતમાં ફરિયાદીના પુત્રને ઇજાઓ પહોચતા ડિવાઈન લાઈફ હોસ્પિટલ આદિપુર મધ્યે સારવાર અર્થે ખસેડાયો હતો. ફરજ પરના તબીબે મોહમદ ઉવેશને ડાબા હાથમાં ફેકચર તેમજ પાંસળીના ભાગે ફેકચર થયું હોવાનું જણાવ્યુ હતું.અંજાર પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.