મોરબી શહેરના શનાળા રોડ ઉપર નવા બસ સ્ટેન્ડ પાસે બાઇકને ટ્રક ચાલકે હડફેટે લેતા અકસ્માત, બાઇક ચાલક નું સારવાર દરમિયાન મોત

મોરબી શહેરના શનાળા રોડ ઉપર નવા બસ સ્ટેન્ડ પાસે બાઇકને ટ્રક ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બનેલો તેમાં ઇજાગ્રસ્ત બનેલા બાઇક ચાલક નું સારવાર દરમિયાન મોત થયું હતું. જે બનાવ અંગે મોરબી શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ હતી. તે ફરીયાદ  આધારે પોલીસે અકસ્માત સર્જનાર ટ્રક ચાલકની ધરપકડ કરી છે.

આ બાબતે વાત કરીએ તો

 મોરબીના રવાપર રોડ ઉપર આવેલ શ્રીજી પાર્ક સોસાયટીમાં રહેતા કિશોરભાઈ દેવરાજભાઈ ફેફર (૪૩) મોરબી શહેરનાં શનાળા રોડ ઉપર આવેલ નવા બસ સ્ટેન્ડ પાસેથી બાઇક લઇને જઇ રહ્યા હતા ત્યારે  ટ્રક ચાલકે તેને હડફેટે લેતા  કિશોરભાઈને પ્રાથમિક સારવાર માટે મોરબીની હોસ્પિટલમાં આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યા હતા ત્યાં  સારવાર દરમિયાન યુવાનનું મોત થયું હતું.આ અકસ્માત અંગે મોરબી શહેર મોરબી  એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે પોલીસે આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા હતાં બનાવ ની તપાસ કરી રહેલા  મોરબી શહેર  એ ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇ પી.આર. સોનારા એ  સીસીટીવી ફૂટેજ સહિતની તપાસ કરીને અકસ્માત સર્જીને યુવાનનું મોત નિપજાવનાર વાહન ચાલક રૈયાભાઈ સરમણભાઈ કોડીયાતર જાતે રબારી  રહે. દેગામ તા.જી. પોરબંદર વાળાની ધરપકડ  કરવામાં આવી હતી.