ગાંધીધામમાં ક્રિકેટ પર સટ્ટાનો જુગાર રમતો શખ્સ ઝડપાયો:12,780નો મુદ્દામાલ જપ્ત

ગાંધીધામ પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ગુરુકુળ સ્કુલ પાસે પહોચતા તેમને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, આદિપુરમાં રહેતો મહેશ ઠક્કર રાજહંસ સિનેમાની બહાર હાલમાં ચાલી રહી વેસ્ટન્ડી-ઝીમ્બાબ્વે ક્રિકેટ પર સટ્ટાના પૈસાની હારજીતનો જુગાર રમી રહ્યો છે.પોલીસે બાતમીના આધારે સ્થળ પર દરોડો પાડી ઉપરોકત આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપી પાસેથી રોકડા રૂપિયા 2,780 તથા મોબાઈલ ફોન કિ.રૂ.10,000 મળી કુલ કિ.રૂ.12,780નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ગાંધીધામ એ-ડિવિઝન પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પકડાયેલ આરોપી:

  1. મહેશભાઈ જયંતીલાલ ઠક્કર ઉ.વ.31 રહે. રાધે રેસીડન્સી મ.નં.7 બસ સ્ટેશન સામે આદિપુર