આદિપુર પોલીસે 12,600ના શરાબ સાથે એક આરોપીને ઝડપ્યો: એક ફરાર
આદિપુર પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન વોર્ડ 4/બી માં સાધુ વાસવાણી નગર પાસે પહોચતા ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, મેઘપર બોરીચીમાં રહેતો સાગર ગુસાઈ પોતાના કબ્જાની કાર નં.GJ-12-AK-6260 વાળીમાં વિદેશીદારૂનો જથ્થો લઈ જુમાપીર ફાટક પાસેથી પસાર થવાનો છે.પોલીસ બાતમીવાળા સ્થળે વોચમાં હતી તે દરમિયાન એક સફેદ કલરની ઉપરોક્ત કાર આવતા તેને અટકાવી મેઘપર બોરીચીમાં પ્લોટ નં.47 ક્રિષ્ના સોસાયટીમાં રહેતા સાગર નવિનપુરી ગુસાઈને ઝડપી પાડ્યો હતો. પોલીસે કારની તલાસી લેતા પાછળની સીટમાં મૂકેલા ત્રણ પુંઠાના બોક્ષમાં ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 36 બોટલો મળી આવી હતી. પોલીસે આરોપી પાસેથી 12,600નો શરાબ તથા અલ્ટો કાર કિ.રૂ.1,50,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
પોલીસે પકડાયેલ આરોપીની દારૂ અંગે પૂછપરછ કરતાં પલાસવામાં રહેતા રામા વજા ભરવાડ પાસેથી મેળવ્યું હોવાની કેફિયત આપી હતી. જે શખ્સ દરોડા દરમિયાન હાજર મળી આવ્યો ન હતો. પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.