ખેડા:-કપડવંજ ના‌ રત્નાકર રોડ પર આવેલા રેલવે ના ગરનાળા પાસે બે કાર વચ્ચે થયો અકસ્માત..

જેમાં કોઈ જાણહાની નહિ .

આ રેલ્વે નુ ગરનાળું સાંકડું હોવાને કારણે વારંવાર ટ્રાફિક જામ સર્જાય છે તેમજ વારંવાર આ રિતે અકસ્માત થતા રહેતા હોય છે, રેલવે વિભાગ ને રજુઆત કરવા છતાં હજુ સુધી આ ગરનાળું પહોળું કરવામાં આવેલ નથી, જો રેલવે દ્વારા આ ગરનાળું પહોળું કરવામાં નહીં આવે અને વારંવાર ટ્રાફિક જામ અને અકસ્માત નો ભોગ સ્થાનિકો બનતા રહેશે તો જવાબદાર કોણ ?
આ બાબતે કપડવંજ વિધાનસભા ના ધારાસભ્ય શ્રી ને આ બાબતે લેખિત માં રજુઆત કરવામાં આવશે તેમજ રેલ્વે વિભાગ ને પણ લેખિત માં રજુઆત કરવામાં આવશે.
હવે જોવાનું એ રહ્યું કે રેલવે વિભાગ દ્વારા શું નિર્ણય લેવામાં આવે છે .