જામનગરમાં ઠેક ઠેકાણે બોડી સ્પાની આડમાં ચાલતા એક સ્પામાં કુટણ ખાનું ઝડપાયું બાકીના બોડી સ્પામાં તપાસ કરવી જરૂરી
જામનગર જોલી બંગલા પાસે આવેલ “લકસ બ્યુટી એન્ડ સલુન સ્પા” મા કુટણખાણુ ચલાવતા સંચાલક પર કાર્યવાહી કરતી એલ.સી.બી.પોલીસ
પોલીસ મહાનિરીક્ષકશ્રી રાજકોટ વિભાગ રાજકોટ ના શ્રી અશોક કુમાર સાહેબ નાઓએ જામનગર જીલ્લામાં ગેરકાયદેસર પ્રવૃતિ કરનાર ઇસમો ઉપર કાયદેસર કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય જેથી પોલીસ અધિક્ષક શ્રી.પ્રેમસુખ કૈલૂ સાહેબ નાઓએ એલ.સી.બી.ના પો.ઇન્સ.શ્રી જે.વી.ચૌધરી.નાઓને જીલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિ આચરનાર ઇસમો ઉપર કાયદેસર કાર્યવાહી કરવા સુચના આપેલ
દરમ્યાન એલ.સી.બી.ના ભગીરથસિંહ સરવૈયા તથા દોલતસિંહ જાડેજા ને ચોકકસ બાતમી રાહે હકિત મળેલ કે,જામનગર દિ-પ્લોટ-૬, જોલી બંગલા પાસે આવેલ કોમ્પ્લેક્ષમાં સેકન્ડ ફ્લોર ઉપર “લકા બ્યુટી એન્ડ સલુન સ્પા” ના સંચાલક રાજય બહારથી મહિલાઓ બોલાવી,વધુ પૈસાની લાલચ આપી પોતાના સ્પામાં રાખી,શરીર સુખ માણવાની વ્યવસ્થા કરી કુટણખાણુ ચલાવે છે જે બાતમી આધારે રેઇડ કરતા સંચાલકને કુટણખાનું ચલાવતા પકડી પાડી,મજકુર વિરૂધ્ધ પો.ઇન્સ.શ્રી જે.વી.ચૌધરી, નાઓએ કાયદેસર ની કાર્યવાહી કરેલ છે