અલગ અલગ ચોરીના ચાર બનાવનો ભેદ ઉકેલી ચોરીમાં ગયેલ મુદામાલ કબ્જે કરતી વરતેજ પોલીસ
ભાવનગર રેન્જ પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર સાહેબ તથા ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડૉ.રવીન્દ્ર પટેલ સાહેબની સુચના તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી આર.આર.સિંઘાલ સાહેબ તથા સર્કલ પો.ઇન્સ.એ.ડી.ખાંટ સાહેબના સિધા માર્ગદર્શન હેઠળ વરતેજ પો.સ્ટે.વિસ્તારમાં મિલ્કત સબંધી ગુના અટકાવવા તેમજ અનડીટેક્ટ ગુન્હાઓ ડીટેક્ટ કરવા સચુનાઓ આપવામા આવેલ
ઉપરોક્ત સુચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ વરતેજ પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ.શ્રી એમ.વી.રબારી સાહેબની સુચનાથી પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન ભીકડા ગામ થી સમઢીયાળા તરફ જવાના રસ્તે ખોડીયારમા ના મંદીર તરફ જવાના નાકા પાસેથી નીચે જણાવેલ આરોપી પાસેથી નીચે મુજબનો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાયકવાહી કરવામાં આવેલ.
પકડાયેલ આરોપી-
(૧) અશ્વીનભાઇ જસમતભાઇ વાઘેલા ઉ.વ.૨૨
(૨) મુકેશભાઇ જસમતભાઇ વાઘેલા ઉ.વ.૨૪ રહે.બન્ને હાલ ભીકડા વાડી વિસ્તાર મુળ ગામ ખાટડી તા.ઘોઘા
કબ્જે કરેલ મુદામાલ-
(૧) સબમર્સીબલ મોટર નંગ-૧
(૨) ૪૦૦ ફુટ કેબલ વાયરના બંડલ નંગ-૨
(૩) રોકડ રૂપીયા.૯૫૦૦/-
કુલ મુદ્દામાલ કી.રૂ.૨૪૫૦૦/-
શોધી કાઢાવામાં આવેલ ચોરીઓ
(૧) ભીકડા ગામની સીમમાંથી ચોરાયેલ ૪૧૦ ફુટ નો કેબલ વાયર
(૨) ભીકડા ગામથી સમઢીયાળા તરફ જવાના રસ્તે આવેલ વાડીમાથી ચોરાયેલ સબમર્સીબલ મોટર
(૩) ભાકડા ગામની વાડીએ થી ચોરાયેલ રોકડ રૂપીયા
કામગીરી કરનાર વરતેજ પો.સ્ટે.ટીમઃ-
પો.સબ.ઇન્સ.શ્રી એમ.વી.રબારી સાહેબ તથા હેડ.કોન્સ અજીતસિંહ મોરી તથા પો.કોન્સ. કુલદીપસિંહ ગોહિલ,રાજદીપસિંહ ગોહિલ,શક્તિએ ચુડાસમા,વિયરાજસિંહ વાધેલા,વિાજસિંહ પાવરા,અઋનભાઇ પનારા