કંડલા ગાંધીધામ રોડ પર ફાટક પાસે યુવકની બાઇક સ્લીપ થતાં મોત નીપજયું
આ અંગે પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી માહિતી અનુસાર તા. 8-2ના 2 વાગ્યાના અરસામાં કંડલા ગાંધીધામ રોડ ઉપર આઈ.એમ.સી. કંપનીના રેલ્વે ફાટક પાસે આ અકસ્માત સર્જાયો હતો. ગાંધીધામમાં રહેતો 31 વર્ષીય યુવક શાહબુદીન નથમુદીન શેખ આર.કે.ટી કંપનીમાં કંડલામાં ટાયર પંચર બનાવવાનું કામ કરે છે. યુવક પોતાની માલીકીની GJ-12-EM-2117 બાઇક દ્વારા કંડલાથી ગાંધીધામ જઈ રહ્યો હતો. આ દરમિયાન આઈ.એમ.સી. કંપની પાસે આવેલ રેલ્વે ફાટક પાસે તેની બાઇક સ્લીપ થતાં અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં ચાલકને માથામાં તથા ગાળામાં ઈજાઓ પહોચતા આદિપુર રામબાગ હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે યુવકને મૃત જાહેર કર્યો હતો. કંડલા મરીન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.