ખેડોઈ અંજાર રોડ પર અજાણ્યા વાહન ચાલકે યુવકને અડફેટે લેતા યુવકનું મોત નીપજયું

image-3

ખેડોઈ અંજાર રોડ પર અજાણ્યા વાહન ચાલકે રોડ ક્રોસ કરી રહેલા યુવકને અડફેટે લેતા તેનું મોત નીપજયું હતું. આ અંગે પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી માહિતી અનુસાર તા.7-2ના રાત્રે ખેડોઈ અંજાર રોડ પર આ અકસ્માત સર્જાયો હતો. યુવક મોહન રમેશભાઈ રાય રસ્તો ક્રોસ કરી રહ્યા હતા તે દરમિયાન કોઈ અજાણ્યા વાહન ચાલકે પોતાના કબજામાં રહેલ વાહન પૂરઝડપે અને બેદરકારીથી ચલાવી યુવકને અડફેટે લીધો હતો. આ ઘટનામાં  યુવકને ગંભીર ઈજાઓ પહોચતા અંજાર સરકારી હોસ્પિટલ મધ્યે ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે યુવકને મૃત જાહેર કર્યો હતો. જ્યારે આ અકસ્માત  સર્જી અજાણ્યો વાહન ચાલક અકસ્માત સ્થળેથી નાસી ગયો હતો. અંજાર પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.