માધાપરમાં રૂપિયા બાબતે એક યુવકને 3 શખ્સોએ માર મારતા ફરિયાદ નોંધાઈ

આ અંગે માધાપર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં અલાના આમદ વાંઢાએ ફરિયાદમાં જણાવ્યા અનુસાર તેઓ ગઈ કાલે રાત્રે આઠેક વાગ્યાના અરસામાં પોતાની માલીકીની GJ-12-AL-4795  બાઈક દ્વારા ભવાની હોટલથી પાછળના  ભાગના રસ્તેથી સોનાપુરી માધાપર ઘરે જઈ રહ્યા હતા. રેલ્વે પાટા પ્રભુનગર રસ્તા પાસે પહોચતા અજીજ અલીમામદ સામા, બકાર અદ્રેમાન સામા તથા જાની અલીમામદ સામા ત્યાં ઉભેલા હતા. અજીજે ફરિયાદીને તું મારા પિતાજીના ભેંસોના સોદાના રૂ. 70,000 કેમ આપતો નથી કહી બોલાચાલી કરવા લાગ્યો હતો. જેથી ફરિયાદીએ અજીજને કહેલ કે મારી પાસે રૂપિયા આવશે એટલે આપી દઈશ. જેથી ઉપરોક્ત ત્રણેય આરોપીઓ ફરિયાદી સાથે ઝગડો કરવા લાગ્યા હતા. તે દરમિયાન અજીજે ઉશ્કેરાઈ જઈ પોતાના હાથમાં રહેલ લોખંડના પાઈપ વડે ફરિયાદીને મારવા લાગ્યો હતો. તેઓ ફરિયાદીને જાનથી મારી નાખીશું તેવું કહેવા લાગતાં ફરિયાદી ત્યાથી ભાગી ગયા હતા. ત્યારબાદ તેઓ જી.કે.જનરલ હોસ્પિટલ સારવાર અર્થે ગયા  હતા. પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.