ગુજરાત સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે મેઘપર બોરીચીમાથી 76,600નો શરાબનો જથ્થો ઝડપ્યો

ગુજરાત સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ કચ્છ જિલ્લા પ્રોહિબિશન ડ્રાઈવ અંતર્ગત પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ગાંધીધામ મુન્દ્રા હાઇવે રોડ ઉપર ગાંધીધામના ગળપાદર ગામથી આગળ હોલિડે રિસોર્ટ પાસે આવતા તેમને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, અંજાર તાલુકાનાં ગાંધીધામ-મુન્દ્રા હાઇવે પર આવેલ મેઘપર બોરીચી ગામ વિસ્તારમાં જૂની આર.ટી.ઓ.કચેરીની પાછળના ભાગે જૂની આર.ટી.ઓ.કચેરી અને કાવેરી નગર સોસાયટી વચ્ચે ખુલ્લામાં અમુક ઇસમો ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂના જથ્થાનું કટિંગ કરે છે. બાતમીના આધારે કાર્યવાહી કરી પોલીસે બાતમી વાળા સ્થળ પર દરોડો પાડી ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની પેટીઓ ઝડપી પાડી હતી. પોલીસે  1) ઇમ્પેક્ટ બ્લ્યુ ક્લાસીક રિઝર્વ વ્હીસ્કીની 24 બોટલો કિ.રૂ.9600 , 2)મેકડોવેલ્સ નં.1 કલેક્શન વ્હીસ્કી ઓરિઝનલની 94 બોટલો કિ.રૂ.9,400 , તથા 3) 50/50 થ્રી એક્સ રમની 480 બોટલ કિ.રૂ.48,000 તથા 4)  ઇમ્પેક્ટ બ્લ્યુ ક્લાસીક રિઝર્વ વ્હીસ્કીની નાની 96 બોટલો કિ.રૂ.9600 મળી અલગ અલગ બ્રાન્ડની કુલ 694 બોટલો મળી કુલ.કિ.રૂ.76,600નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ દરોડા દરમિયાન આરોપી હાજર મળી આવ્યો ન હતો. અંજાર પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.