ગાંધીધામમાં અજાણ્યા વાહન ચાલકે બાઈક ચાલકને અડફેટે લેતા બાઈક ચાલક ઇજાગ્રસ્ત
આ અકસ્માત અંગે ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં ભાવેશભાઈ કનૈયાલાલ સાધુએ ફરિયાદમાં જણાવ્યા અનુસાર ફરિયાદીના કાકા અરવિંદભાઇ રામાનંદી તા. 28-1 ના પોતાની માલીકીની GJ-12-BP-2662 બાઈક દ્વારા ઘરે જઈ રહ્યા હતા. તે દરમિયાન સુભાષ નગર ફાયર સ્ટેશનની પાછળ ગુરુદ્વારાની બાજુમાં પહોચતા કોઈ અજાણ્યા વાહન ચાલકે પોતાના કબજાનું વાહન પૂરઝડપે અને બેદરકારીથી ચલાવી બાઇકને પાછળથી ઠોકરે લીધી હતી. આ અકસ્માતમાં ફરિયાદીના કાકાને ઇજાઓ પહોચતા સારવાર અર્થે રામબાગ હોસ્પિટલ આદિપુર મધ્યે ખસેડાયા હતા. જ્યાથી વધુ સારવાર અર્થે જી.કે.જનરલ હોસ્પિટલ ત્યારબાદ રાજકોટ અને ત્યાથી વધુ સારવાર અર્થે સીવીલ હોસ્પિટલ અમદાવાદ રીફર કરાયા હતા. જ્યારે વાહન ચાલક અકસ્માત સર્જી નાસી ગયો હતો. પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.