આડેસર ધુડખર અભયારણ્ય વિસ્તારમાં વન વિભાગ દ્વારા વાહનો સહિત 77 લાખ 89000 નો મુદામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી

રાપર

વિશ્વ પ્રસિદ્ધ ધુડખર અભ્યારણ્ય વિસ્તારમાં ગેરકાયદેસર રીતે મીઠા ના અગરો બનાવી ધુડખર અભ્યારણ્ય ની જમીન પર કબજો જમાવી રહેલા ભુ માફિયાઓ એ જાણે બિહાર હોય એ રીતે ધાતક હથિયારો સાથે જમીન પર કબજો જમાવવા માટે રણ વિસ્તારમાં જુથ અથડામણ બંદુક તલવારો અને અન્ય હથિયારો સાથે નો વિડિયો વાયરલ થતાં કાયદા ના રક્ષકો મા દોડધામ મચી ગઈ હતી ત્યારે આ ઘટના અંગે સામખીયારી પોલીસે પગલાં લેવા ની શરુઆત કરી હતી ત્યારે ધુડખર અભયારણ્ય વિસ્તારમાં ગેરકાયદેસર રીતે બનાવવામાં આવેલ મીઠાના કારખાના બંધ કરાવવા ની કાર્યવાહી ધુડખર અભયારણ્ય ના ધ્રાંગધા ડીએફઓ ધવલ ગઢવી ના માર્ગદર્શન હેઠળ આડેસર ધુડખર અભ્યારણ્ય ના રેન્જ ફોરેસ્ટર ઓફીસર એસ. એસ. સારલા એ વન વિભાગ ના સ્ટાફ સાથે કાનમેર ફુલપરા સહિત ના અભ્યારણ્ય વિસ્તારમાં આવેલા રણ મા ગેરકાયદેસર રીતે માટી નો પાળો બનાવતા ખનીજ માફિયાઓ ને જોતા વધારા ના સ્ટાફ ની જરૂર પડતાં ધ્રાંગધ્રા ડીવીઝન ના તમામ ધટના સ્થળ પર બોલાવી દરોડો પાડી ટ્રેકટર નંગ ૧૭ મોટર સાયકલ નંગ ૩ સાથે નવ વ્યક્તિઓ ની ધરપકડ કરી ગુન્હો નોંધવા મા આવ્યો છે કુલ રુપિયા ૭૭ લાખ ૮૯૦૦૦/= નો મુદામાલ કબ્જે કર્યો હતો જેમાં સોલાર પ્લેટ નંગ ૩૦૨ પાવર સપ્લાય તેમજ મોટર પંપ સહિત નો મુદામાલ કબ્જે કર્યો હતો વન વિભાગ દ્વારા ધુડખર અભ્યારણ્ય વિસ્તારમાં સર્જીકલ સ્ટ્રાઇક કરતા ભુ માફિયાઓ મા ફફડાટ વ્યાપી ગયો હતો