મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશનના ઇગ્લીશ દારૂ વેચાણના ગુન્હામા સાત માસ થી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી જામનગર એલ.સી.બી.પોલીસ

શ્રી પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોક કુમાર સાહેબ રાજકોટ વિભાગ રાજકોટ નાઓએ નાસતા ફરતા આરોપી પકડવા સૂચના કરેલ હોય જેથી જામનગર જીલ્લાના પોલીસ વડા શ્રી પ્રેમસુખ ડેલુ સાહેબ નાઓએ નાસતા ફરતા આરોપી પકડવા સ્પેશ્યલ ડ્રાઇવનું આયોજન કરી સુચના કરતા એલ.સી.બી. ના પો.ઇન્સ.શ્રી જે.વી.ચૌધરીના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના પો.સ.ઇ. શ્રી એસ.પી.ગોહિલ તથા પો.સ.ઇ. શ્રી પી.એન.મોરી તથા સ્ટાફના માણસો જામનગર શહેર વિસ્તારમાં નાસતા ફરતા આરોપી પકડવા અંગે પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન એલ.સી.બી.ના સ્ટાફના પોલીસ હેડ કોન્સ ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા યશપાલસિંહ જાડેજા તથા
દોલતસિંહ જાડેજાને હકિકત મળેલ આધારે નાસતો ફરતો આરોપી ગોવિંદસિંહ રઘુવિરસિંહ ઝાલા રહે.ઝીઝવાળાગામ
તા.પાટડી જી.સુરેન્દ્રનગર વાળો સાત રસ્તા પાસે થી મળી આવતા પકડી પાડી પો.હેડ કોન્સ યશપાલસિંહ જાડેજાએ
મજકુર ઇસમ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી મેઘપર પોલીસ સ્ટેશનને સોપી આપેલ છે