માધાપરની 2 વાડિઓમાથી 13,480ના સામાનની તસ્કરી

આ અંગે ફરિયાદ નોંધાવતાં કીર્તિભાઇ દેવજીભાઈ વરસાણીએ ફરિયાદમાં જણાવ્યુ હતું કે, તેમની માધાપર મધ્યે જલારામ સોસાયટી પાછળ વાડી આવેલ છે. તા.30-1ના સવારના આશરે છ એક વાગ્યે વાડીએ જઈ પાણીની મોટર ચાલુ કરવા જતાં મોટરમાં લગાડેલ આશરે 25 મીટર જેટલો કોપરના કેબલ વાયર કાપેલ હાલતમાં નજરે પડ્યો હતો. તેમજ ડેલામાં મુકેલ બે સ્ટાર્ટર પૈકીનો એક સ્ટાર્ટર પણ નજરે  પડ્યો ન હતો. ત્યારબાદ આસપાસ તપાસ કરતાં આ વાયર તથા સ્ટાર્ટર ક્યાય જોવા મળ્યા ન હતા. જેથી ચોરી થઈ હોવાનું જણાઈ આવ્યું હતું. ત્યારબાદ સવારના  આશરે સાડા આઠેક વાગ્યાના અરસામાં તેમની બાજુમાં આવેલ વાડીના માલિક કિશોરભાઇ ગાંગજીભાઈ દબાસીયાએ ફરિયાદીને ફોન દ્વારા જણાવ્યુ હતું કે, તેમની વાડીમાથી આશરે 16 મીટર જેટલો મોટર કેબલના વાયરની ચોરી થઈ ગયેલ છે. જેથી બંને વાડિઓમાથી કુલ કી.રૂ.13,480ના મુદ્દામાલની ચોરી થઈ હોવાનું જણાઈ આવ્યું હતું. માધાપર પોલીસે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.