અંતરજાળમાં ઉછીના ઉપિયા બાબતે 4 શખ્સોએ યુવકને માર-માર્યો
અંતરજાળમાં ઉછીના લીધેલ રૂપિયા બાબતે 4 શખ્સોએ યુવકને માર-માર્યો હોવાની ફરિયાદ આદિપુર પોલીસ મથકે નોંધાઈ છે.
આ અંગે નરેશભાઈ આસનભાઈ મકવાણાએ ફરિયાદમાં જણાવ્યા અનુસાર તા.9-2ના આશરે દશેક વાગ્યે તેમને કમલેશનો ફોન આવેલ અને તેણે ફરિયાદીને હાથ ઉછીના લીધેલ દશ હજાર રૂપિયા બાબતે કહેલ અને એ અંગે વાત કરવા માટે સાતવાડી પાસે આવેલ પેટ્રોલ પંપ પાસે બોલાવેલ. જેથી ફરિયાદી પોતાની માલીકીની બાઇક GJ-12-CF-6633 વડે ઉપરોક્ત સ્થળ પર ગયા હતા. જ્યાં આરોપી કમલેશ રાજપૂત તથા તેનો ભાઈ નીલેશ રાજપૂત અને અન્ય બે અજાણ્યા શખ્સો હાજર હતા. કમલેશ સાથે રૂપિયા બાબતની વાતચીત કરતાં સમય દરમિયાન કમલેશ મારા રૂપિયા કેમ આપતો નથી કહી ગાડો આપવા લાગી રૂપિયા નહિ આપે તો જાનથી પતાવી નાખીશની ધમકી આપવા લાગ્યો હતો. જેથી ફરિયાદીએ ગાળો આપવાની ના કહેતા આ ચારેય આરોપી ફરિયાદીને ધક બુશટનો માર મારવા લાગ્યા હતા. ત્યારબાદ એક શખ્સે ફરિયાદીની માલીકીની બાઈક લઈ લીધેલ અને ફરિયાદીને કારમાં બેસાડી મણિનગર ખાતે રોડની સાઈડના એક સુમસાન ગલીમાં લઈ જઈ કારથી નીચે ઉતારી કારમાં રહેલ લાકડી અને ધોકા વડે માર મારવા લાગ્યા હતા. અને ફરિયાદીનો મોબાઈલ અને બાઈક લઈ નાસી ગયા હતા. ત્યારબાદ ફરિયાદીને સારવાર અર્થે રામબાગ હોસ્પિટલ આદિપુર અને ત્યાંથી વધુ સારવાર અર્થે એમ.એમ.હોસ્પિટલ આદિપુર મધ્યે રિફાર કરાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને ડાબા પગમાં ઘૂંટણથી નીચે ફ્રેકચર તથા જમણા પગમાં 6 ટાંકા અને ડાબા હાથે અંગૂઠાની પાસે ત્રણ ટાંકા તેમજ શરીરમાં મૂઢમાર ઈજાઓ પહોચી હોવાનું જણાવ્યુ હતું. પોલીસે ચારેય શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.