માધાપરમાં ચાલીને જઈ રહેલા મહિલાને અજાણ્યા વાહન ચાલકે ટક્કરે લેતા મહિલા ઇજાગ્રસ્ત
આ અંગે માધાપર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં લક્ષ્મીબેન અરવિંદભાઈ કોલીએ જણાવ્યુ હતું કે, તેઓ તા.9-2ના પોતાના ઘરે આશાહોમ્સ મધાપર મધ્યે ચાલીને જઈ રહ્યા હતા. આ દરમિયાન આશરે પોણા આઠેક વાગ્યાના અરસામાં તેઓ રામનગરી પાસે આવેલ ગેટકોની ઓફિસના ગેટના સામે પુલિયા પાસે પહોચતા કોઈ અજાણ્યા વાહને તેમને ઠોકરે લીધા હતા. જેથી તેઓ નીચે પટકાઈ બેહોશ થઈ ગયા હતા. જેથી તેમને લેવા પટેલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યાં તેમને હોશ આવતા જાણવા મળેલ કે તેમને માથાના ભાગે મૂઢમાર ઈજાઓ તેમજ બંને પગના ભાગે જડબાના ભાગે તથા હાથના ભાગે મૂઢમાર ઈજાઓ થયેલ છે. પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.