ગત સને-૨૦૨૨ મા થયેલ ચોરીના વણશોધાયેલ ગુનાના આરોપીઓને શોધી કાઢી ચોરીમા ગયેલ મુદ્દામાલને રીકવર કરતી વાયોર પોલીસ
વાયોર પોલીસે ચોરીના ત્રણ ગુનાઓના ભેદ ઉકેલ્યા અબડાસા તાલુકાના કોશા-ગોયલા ગામની સીમમાં આવેલ પવનચક્કીઓ માંથી રૂપિયા 1 લાખની કિમતના કેબલ વાયર સાંધા કરવાનું મશીન અને પાના-પક્કડ ચોરી કરનાર ચાર આરોપીઓને વાયોર પોલીસે મુદામાલ સાથે ઝડપી લીધા છે. પ્રાપ્ત વિગતો મુજબ વાયોર પોલીસે આરોપીને યુક્તિ-પ્રયુક્તિ પૂર્વક પૂછપરછ કરતા આરોપીએ ચોરીના ગુનામાં સંડોવાયેલા ઉકીર ગામના પચાણ દેવા મારવાડા અને સદામ જુમા લુહાર,વલસરાના અબ્દુલ ગફૂર અભુ લુહાર,વાયોરના હરપાલસિંહ કરશનજી જાડેજા સાથે મળી કોશા અને ગોયલા ગામની સીમમાં આવેલ પવનચક્કીઓ માંથી કેબલ વાયર અને પાના-પક્કડ ચોરી કરી હોવાનું કબુલ્યું હતું.વાયોર પોલીસે ચોરીના ત્રણ ગુનાઓના ભેદ ઉકેલી આરોપીઓની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરી વાયોર પો.સ્ટે ના પોલીસ સબ ઈન્સપેક્ટર આઇ આર ગોહીલ તથા એ.એસ આઇ રાજેશભાઇ જોષી, પો.હેડ કોન્સ. રવિન્દ્રસિંહ સોઢા, વિક્રમભાઇ ચૌધરી દ્વારા કરવામાં આવેલ છે.