ગાંધીધામમાં ઓનલાઈન જુગાર રમતો શખ્સ પોલીસના સાણસામાં

ગાંધીધામના એસ.ડી.એક્સ વિસ્તારમાં આશાપુરા આઈક્રીમ પાર્લર પાસે બહાર રોડ પર પોલીસે છાપો મારીને ઓનલાઈન જુગાર રમતા શખ્સની અટક કરી લીધી હતી. ગાંધીધામ એ-ડિવિઝન પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ ગત તા. 9/2ના સાંજના અરસામાં કાર્યવાહી કરવામાં આવી હતી. વિસ્તારમાં છાપો મારીને શહેરના સુભાષનગરમાં રહેતા ભરત પ્રાણલાલ ઠક્કરની ધરપકડ કરવામાં આવી હતી અને તેની પાસે રહેલા મોબાઈલની તપાસ કરવામાં આવી હતી, જેમાં ગૂગલ ક્રોમમાં વેબસાઈટ પર ઓનલાઈન તીનપતીનો જુગાર રમતો હતો. તેની પાસેથી રોકડ 1100 તથા મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 9100નો મુદ્દામાલ કબજે કરી લેવામાં આવ્યો હતો. આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.