લોડાઈમાં જેઠ જેઠાણીના ત્રાસથી કંટાડી યુવતીએ કર્યો આપઘાત

ભુજ તાલુકાનાં લોડાઈમાં જેઠ-જેઠાણી તથા તેમની દીકરીઓના શારીરિક તથા માનસિક ત્રાસથી કંટાડી ગયેલ યુવતીએ ગળે ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું.

આ અંગે જવાહરનગરમાં રહેતા યુવતીના પિતાજી માવજીભાઈ ગોપાલભાઈ ગાગલે પધ્ધર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં જણાવ્યુ હતું કે, તેમની દીકરી સોનલના લગ્ન લોડાઈના વિજય ગોપાલ ડાંગર સાથે 2010માં થયેલ હતા. તેમને સંતાનમાં 2 પુત્રો છે. વીર જેની ઉમર 5 વર્ષ અને અર્જુન જે દોઢ વર્ષનો છે. ફરિયાદીના દીકરા વિક્રમના લગ્ન તેમની પુત્રી સોનલના જેઠ રણછોડ ગોપાલ ડાંગરની દીકરી રાધા સાથે  2017માં થયેલ હતા પરંતુ પતિ પત્ની વચ્ચે મનમેળ ન હોવાથી આશરે 2 વર્ષ અગાઉ છૂટાછેડા થઈ ગયેલ છે. ફરિયાદીને તા.10-2ના તેમના મોટા ભાઈ ભૂરાભાઈએ જણાવ્યુ હતું કે સોનલે પોતાના રૂમમાં ગળે ફાંસો ખાઈ લીધેલ છે. જેથી ફરિયાદી પોતાના મોટા ભાઈ ભૂરાભાઈ તથા તેમના મોટા દીકરા રમેશ અને ભત્રીજા ઉમરશી સાથે ઘટના સ્થળે પહોચતા સોનલબેને ઘરમાં અંદરના રૂમમાં લાકડાની આડીમાં પ્લાસ્ટિકની રસ્સી વડે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. બાદમાં પોલીસે ઘટના સ્થળ પર આવી કાર્યવાહી  કરતાં સોનલના પહેરલ કપડાના ખિસ્સામાથી એક સુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં સોનલે પોતાના હસ્તાક્ષરમાં જણાવ્યુ હતું કે, હું મારા જેઠ રણછોડ ગોપાલ જેઠાણી સભી રણછોડ અને તેની બે દીકરીઓ  રાધા અને રોશનીના શારીરિક અને માનસિક ટોર્ચરથી કંટાડી આત્મહત્યા કરું છુ. હવે મારાથી સહન નથી થાતું હું મારા જીવ પરથી હાથ ઉપાડુ છુ. આ ચિઠ્ઠી મારા બાપા સુધી પહોચાડજો. અને આ લોકોને આકરી સજા કરાવજો લિખિતન સોનલ વિજય ડાંગર.

આ અગાઉ પણ આ ચારેય આરોપીઓ સોનલબેનને ત્રાસ આપતા હતા જે અંગે સોનલ તેમના પિયર આવતી ત્યારે તે બાબતે વાત કરેલ હતી. પરંતુ આશ્વાશન આપી તેમને સાસરીએ મોકલાવી દેતા હતા. સાત માસ પહેલા સોનલના જેઠે ચાલુ ફોને ફરિયાદીથી વાત કરેલ કે હું સોનલને મારુ છુ તમને અવાજ સંભળાય છે. અને તેઓએ માર માર્યો હોવાનો અવાજ સંભળાતો હતો અને ધમકી આપી હતી કે કોઈ કાર્યવાહી કરશો તો તમને પણ મારીશ. આ અંગે ફરિયાદીએ ફરિયાદમાં જણાવ્યુ હતું.

ફરિયાદીના દીકરી સોનલને તેના જેઠ જેઠાણી તેમની દીકરીના લગ્નનું સોનલના ભાઈથી છૂટું થયેલ હોય જેથી તેનું છૂટું કરાવા માંગતા હોઈ સોનલને સારીરિક અને માનસિક ત્રાસ આપી મારકૂટ કરી છૂટું કરીને જાય તો તમામ મિલકત આરોપીઓને મળી જાય તે હેતુથી તેને ત્રાસ આપતા હતા. જેથી કંટાડી ગયેલ યુવતીએ પોતાના જીવ પરથી હાથ ઉપાડયો હતો. આ અંગે પધ્ધર પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.