મુન્દ્રા પોલીસે દારૂ સાથે એક આરોપીને ઝડપ્યો
મુન્દ્રા પોલીસ પેટ્રોલીંગ કરી રહી હતી તે દરમિયાન સમાઘોઘા ગેટ પાસે આવતા તેમને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, સમાઘોઘા જીદાલ કંપનીના ગેટ નં.2 સામે એક શખ્સ બાવળોની ઝાડીમાં દેશીદારૂ રાખી વેચાણ કરે છે. પોલીસે બાતમીના આધારે દરોડો પાડી મજીદ મામદ સામા ઉ.વ.19 રહે. મોટી ભુજપુરવાળાને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપી પાસેથી 440નું દારૂ તથા રોકડા રૂપિયા 1870 તથા એક મોબાઈલ કી.રૂ.2500 મળી કુલ કી.રૂ.4810નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે પકડાયેલ આરોપીની દારૂ અંગે પૂછપરછ કરતાં આ દારૂ મગુભા શિવુભા જાડેજા રહે મોટી ભુજપુર વાળો આપી ગયો હોવાની કેફિયત આપી હતી. પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.